________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
ત્યાગની પરંપરા જાળવી જાણી! દીધો. સિહરથે ધનુષ-બાણ નીચે મૂકી દીધાં અને હાથમાં ગદા લીધી, સોદાસે પણ હાથમાં ગદા લીધી. સામસામી ગદાઓ ટકરાવા લાગી. તેમાંથી અગ્નિકણો ઝરવા લાગ્યા. બ્રહ્માંડપ્રસ્ફોટ જેવો ભયાનક ધ્વનિ થવા લાગ્યો. સોદાસે કળાપૂર્વક સિંહરથના હાથ પર પ્રહાર કર્યો... સિંહરથની ગદા ઊછળીને દૂર પડી, એ બીજું શસ્ત્ર ઉપાડવા જાય ત્યાં સોદાસે લાત મારી તેને નીચે પટકી દીધો અને હાથમાં પરશુ લઈ છાતી પર ધરી દીધું.
મહાપુરના સૈન્ચે ગગનભેદી જયધ્વનિ કર્યો. સિંહરથના રથ પર મહાપુરનો ધ્વજ લહેરાવી દેવામાં આવ્યો! અયોધ્યાના મંત્રીમંડળે સોદાસનાં ચરણોમાં વંદના કરી. સોદાસે સિંહરથને ઊભો કર્યો.
પુત્ર! મારે તારું રાજ્ય લેવું નથી, મારું રાજ્ય તને આપવું છે! અયોધ્યાનું રાજ્ય મેં તને આપ્યું ન હતું. એ તો મંત્રીમંડળે તને આપ્યું હતું. આજે હું તને અયોધ્યાનું રાજ્ય પણ આપું છું અને મહાપુરનું રાજ્ય પણ તને આપું છું.”
પિતાજી, મારો અપરાધ ક્ષમા કરો.” સિંહરથે સોદાસનાં ચરણોમાં નમસ્કાર કર્યા.
મહાપુરના મંત્રીવર્ગે જ્યારે જાણ્યું કે સોદાસ તો એ જ છે જેઓ અયોધ્યાના માલિક હતા ત્યારે તેમનો હર્ષ ખૂબ વધી ગયો. મંત્રીમંડળે સિંહરથને પ્રણામ કર્યા. સોદાસે મહાપુરના મંત્રીમંડળને હ્યું: ‘આજથી તમારો માલિક સિંહરથ છે. એની આજ્ઞાનું પાલન કરજો.” “પરંતુ નાથ આપ.'
હું? હવે માલિક બનવા નથી માંગતો. હું તો હવે સેવક બનીશ. જિનચરણનો સેવક બનીશ, મારાં પાપોનું પ્રાયશ્ચિત કરીશ.'
આપના વિના તો સ્વામી, અયોધ્યાનું રાજ અનાથ બનશે.' “અયોધ્યાનું રાજ જ્યાં સુધી ભગવાન ઋષભદેવથી ચાલી આવતી ત્યાગની પરંપરાને અનુસરશે ત્યાં સુધી સનાથ જ રહેવાનું છે! હું એ મહાપુરુષોને અનુસરવા માગું છું કે જેમણે સર્વત્યાગ કરી પરમ આત્મકલ્યાણ સાધ્યું છે. તે પુણ્યપુરુષો તો ધન્ય હતા. સંસારમાં પણ સચ્ચરિત્રી હતા, જ્યારે હું તો પાપી છું.. ઘોર પાપો કર્યા છે. મેં મહાસતી સિંહિકાની કુક્ષિને લજાવી છે...'
બન્ને રાજ્યના મંત્રીઓની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. અયોધ્યાના મહામાત્યે કહ્યું:
For Private And Personal Use Only