________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગની પરંપરા જાળવી જાણી!
‘અંદર આવવા દે.'
મહામંત્રીએ સોદાસના તંબુમાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી ચિત આસને બેઠા.
‘મહામંત્રીજી, અત્યારે આપને અયોધ્યાપતિ પાસે જવાનું છે.’ જેવી મહારાજાની આજ્ઞા.'
જઈને કહેવાનું કે ‘સોદાસ કહેવરાવે છે કે અયોધ્યાપતિ અને મહાપુરના અધિનાયક, બંને જ યુદ્ધ કરીને જય-પરાજયનો નિર્ણય કરી લે. શા માટે લાખો જીવોનો સંહાર કરવો! આપણે બન્ને ભગવાન ઋષભદેવના વંશજ છીએ. આમ આપણા સ્વાર્થ માટે લાખો જીવોનાં લોહી રેડવાં આપણા માટે ઉચિત નથી.' આ પ્રમાણે કહીને ઉચિત પ્રત્યુત્તર લઈ આવો.’
‘જી, હમણાં જ જાઉં છું.'
‘સાથે સેનાપતિજીને લઈ જજો.'
‘શી જરૂર છે! ભગવાન જિનેશ્વરદેવની કૃપાથી સેવક નિર્ભય છે.’ ‘ભગવાન જિનેશ્વર તમારું રક્ષણ કરો.’
મહામંત્રી દ્વાર પર આવ્યા. ક્ષણભર ઊભા રહી ગયા. શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી પ્રયાણ કર્યું. સીધા જ તેઓ અયોધ્યાની છાવણી પાસે આવી પહોંચ્યા. પહેરેદારે રોકયા.
‘કોણ છો! ક્યાં જવું છે?'
‘હું મહાપુર રાજ્યનો મહામંત્રી છું ને મારે અયોધ્યાપતિને મળવું છે, તું મને અયોધ્યાપતિ પાસે લઈ જા.'
દ્વા૨૨ક્ષક તો મહામંત્રીને જોઈ જ રહ્યો, તેને થોડુંક આશ્ચર્ય અને કુતૂહલ થયું. ‘આપ અહીં થોડી વાર ઊભા રહો. હું અમારા નાયકને બોલાવું.’
દ્વાર૨ક્ષક થોડી ક્ષણોમાં જ પાછો આવ્યો અને તેની સાથે તેનો નાયક પણ અનેક શસ્ત્રથી સજ્જ થયેલો, આવી પહોંચ્યો. મહામંત્રીને લઈ તે અયોધ્યાપતિની શિબિર પાસે પહોંચ્યો. મહામંત્રીને બહાર ઊભા રાખી તે અંદર ગયો અને થોડી ક્ષણોમાં પાછો આવી મહામંત્રીને લઈ પુનઃ અંદર પ્રવેશ્યો.
‘પધારો મહામંત્રીજી!' અયોધ્યાના સિંહ૨થે સ્વાગતોચ્ચાર કર્યો અને યોગ્ય આસન આપ્યું.
For Private And Personal Use Only