________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૬૫ થોડા જ દિવસમાં સોદાસ હજારો સુભટ સાથે અયોધ્યાને સીમાડે આવી પહોંચ્યો. સિંહરથ ત્યાં પિતાનું સ્વાગત કરવા હજારો વીર સૈનિકો સાથે ખડો હતો. બંને સૈન્યો સામસામી છાવણીઓ નાંખીને પડ્યાં.
સોદાસ પોતાના તંબુમાં શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયો હતો. મધ્યરાત્રિનો સમય હતો. સોદાસ સ્વપ્નસૃષ્ટિમાં પ્રવેશ્યો.
એ જ મહામુનિએ તેના તંબુમાં પ્રવેશ કર્યો. સોદાસ સહસા ઊભો થઈ ગયો અને તેણે મહામુનિનાં ચરણોમાં વંદના કરી. મહામુનિ ઊભા જ રહ્યા. તેમણે જમણો હાથ ઊંચો કરી “ધર્મલાભ'ની આશિષ ઉચ્ચારી, સોદાસ હાથ જોડીને ઊભો રહી ગયો.
સોદાસ! હું જાણું છું કે તું શા માટે યુદ્ધાર્થે તૈયાર થયો છે. તે ચાહે છે કે પુત્રને પરાજિત કરી, પછી અયોધ્યાનું અને મહાપુરનું, બંને રાજ્ય તેને સોંપી, તારે મારી પાસે આવવું છે. સાધુતા સ્વીકારવી છે..
પરંતુ યુદ્ધમાં તારે માનવસંહાર રોકવો જોઈએ. તું સૂર્યોદય પહેલાં જ સિંહરથની પાસે મંત્રીને મોકલજે અને કહેવરાવજે કે “તું અને હું આપણે બંને જ યુદ્ધ કરી લઈએ. હજારો મનુષ્યોનો અને પશુઓનો શા માટે વ્યર્થ સંહાર કરવો? એ કબૂલ થશે, તેમાં તારો વિજય થશે. વત્સ, અયોધ્યાનાં લાખો નરનારીઓ તારાં ચરણે નતમસ્તક બનશે. તારું કલંક ધોવાઈ જશે...'
કેવું ભવ્ય સ્વપ્ન મનોરમ સ્વપ્ન જોઈને સોદાસ એકદમ જાગી ગયો. તેણે આજુબાજુ જોવા માંડ્યું. ક્યાંય મહામુનિ ન દેખાયા. તે પથારીમાંથી ઊભો થઈ તંબુની બહાર આવ્યો ચારે કોર દૃષ્ટિ નાંખી.. સિવાય પ્રહરી સિપાઈઓ, કોઈ ન દેખાયું. તે પુનઃ પોતાના તંબુમાં પ્રવેશ્યો. બિછાનાનો ત્યાગ કરી, ભૂમિ પર એક શ્વેત આસન બિછાવી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બેઠો. શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક સ્મરણ કર્યું. શ્રીગુરુદેવને સ્મૃતિપટ પર લાવી તેમનાં પાવન ચરણે કોટિ કોટિ વંદના કરી. શ્રી નવકાર મંત્રનું સ્મરણ શરૂ કર્યું.
પ્રાચી દિશામાં ભગવાન અંશુમાલીની ઉષારાણી પધાર્યા. ક્ષિતિજનો પટ લાલ લાલ બની ગયો. સોદાસે પ્રહરીને હાક મારી. પ્રહરી તરત તંબુમાં પ્રવેશ્યો અને હાથ જોડીને પ્રણામ કર્યા.
મહામંત્રીને તરત બોલાવી લાવો.' “જી હજૂર...' સશસ્ત્ર પ્રહરી અલ્પ સમયમાં જ મહામંત્રીને બોલાવી લાવ્યો. “મહારાજાનો જય હો.. મહામંત્રી પધારી ગયા છે.”
For Private And Personal Use Only