________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર 80, ત્યાગની પuસ જાળવી જાણી!
સોદાસનું ધાર્મિક અને ભૌતિક ઉત્થાન એક સાથે થયું. કોઈ જીવ સદા માટે બૂરો રહેતો નથી. યથાયોગ્ય કાળે તેનામાં સારાપણું આવે છે. સોદાસ મહાપુર રાજ્યના અધિનાયક બન્યો. તેણે રાજ્યને સુવ્યવસ્થિત બનાવી દીધું. પરંતુ હવે દિનપ્રતિદિન તેને મહામુનિનો ઉપદેશ સ્મૃતિપથમાં આવે છે. પોતાના પૂર્વજોનું ત્યાગપ્રધાન જીવન યાદ આવે છે. પોતે કરેલાં ઘોર પાપોનું ઉગ્ર પ્રાયશ્ચિત કરવાની તમન્ના જાગે છે. અયોધ્યાવાસીઓને પુનઃ પ્રતીતિ કરાવવાની ભાવના જાગે છે કે તેમનો રાજા ભગવાન ઋષભદેવના વંશને કલંકિત કરનાર નથી.”
સોદાસે દૂતને સમાચાર આપી અયોધ્યા રવાના કર્યો. કેટલાક દિવસના દડમજલને અંતે દૂત અયોધ્યા આવી પહોંચ્યો. સીધો તે રાજમંદિરે પહોંચ્યો. દ્વારપાલે જઈને રાજા સિંહરથને સમાચાર આપ્યા : “મહારાજા, મહાપુરનગરથી રાજદૂત આવેલ છે અને આપને મળવા ચાહે છે.”
એને આવવા દો.’ સિહરથે આજ્ઞા આપી. દ્વારપાલ દૂતને લઈ હાજર થયો. દૂતે સિંહાથને પ્રણામ કર્યા અને કહ્યું:
અયોધ્યાપતિનો જય હો. હું મહાપુરનગરથી આવ્યો છું. મહાપુરના મહારાજા સોદાસનો સંદેશ આપને આપવાની મારી ઇચ્છા છે!'
અરે દૂત, મહાપુરના રાજા તો કીર્તિધવલ છે, નામ કેમ જુદું બોલે છે?” “મહારાજાને જણાવવાનું કે રાજા કિર્તિધવલનું અકાળ નિધન થયું. મહારાજાને કોઈ સંતાન ન હોવાને કારણે, પટ્ટહસ્તી જેના પર અભિષેક કરે તેને મહાપુરનો સ્વામી બનાવવાનો મંત્રીમંડળે નિર્ણય કર્યો. પટ્ટહસ્તીએ પરાક્રમી, તેજસ્વી અને મહાન પુણ્યશાળી સોદાસ પર અભિષેક કર્યો! સોદાસ મહાપુરના મહારાજ બન્યા.'
આશ્ચર્ય, ઘણું આશ્ચર્ય! નરભક્ષી સોદાસ પર પટ્ટહસ્તીએ અભિષેક કર્યો પશુએ પશુ પર અભિષેક કર્યો તે યોગ્ય જ કર્યું?' સિંહરથ હાંસી ઉડાવી.
મહારાજા, એ તો આપને પછી ખબર પડશે કે પશુએ પશુ પર અભિષેક કર્યો છે કે પશુએ નરવીર પર અભિષેક કર્યો છે? અમારા પ્રતાપી મહારાજાએ તમને કહેવરાવ્યું છે કે “તમે મહારાજા સોદાસની આજ્ઞા સ્વીકારો, તેમાં તમારું હિત છે.'
For Private And Personal Use Only