________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૬૧ તેણે વિનયપૂર્વક વ્રતો સ્વીકાર્યા. મહામુનિને ચરણે વારંવાર વંદના કરી અને ત્યાંથી તે આગળ વધ્યો.
મનુષ્યનું જીવન કેવું છે! બે ઘડી પહેલાંની ક્રૂર ઘાતકી અને નરભક્ષી સોદાસ કોમળહૃદયી, દયાળ અને નરક્ષક બની ગયાં! પતન અને ઉત્થાન, અવનતિ ને ઉન્નતિ, બરબાદી અને આબાદી! જ્યાં સુધી જીવ સંસારી છે ત્યાં સુધી આ વન્દ્રો ચાલ્યા જ કરે છે.
શ્રી રામના પૂર્વજોની તેજોજ્વલ તવારીખમાં એક સોદાસનું જ જીવન આવું જોવા મળે છે કે જેમાં પતનનું પાતાળ દેખાય છે. પરંતુ ભગવાન ઋષભદેવના વંશનો પ્રવાહ હજુ તેવો જ તેજસ્વી હતો. સોદાસ પુનઃ પતનની ગર્તામાંથી ઊગરી ગયો! તેનું જીવન પવિત્રતાના પાવન પંથે વળી ગયું.
સોદાસ ત્યાંથી ચાલ્યો. તેના ચિત્તમાં મહામુનિ વસી ગયા હતા. તેમણે બતાવેલો અહિંસાપ્રધાન જિનધર્મ વસી ગયો હતો. થોડીવાર તે પોતાના પતન પર પશ્ચાત્તાપ કરે છે તો થોડીવાર થયેલા ઉત્થાનનો ઉમંગ અનુભવે છે. ચાલતો ચાલતો તે “મહાપુર” નામના નગરના સીમાડામાં આવી પહોંચ્યો. નગર બહાર ઉદ્યાન હતું. સોદાસ ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષની નીચે વિશ્રામ કરવા બેઠો. તેનાથી થોડે દૂર બે-ચાર યુવાનો બેઠા હતા. તેઓ એકરસ બની મોટા અવાજે વાત કરી રહ્યા હતા. સોદાસનું ધ્યાન તેમના તરફ દોરાયું.
આ રીતે સારા રાજ્યના અધિનાયકનો નિર્ણય કરવાનું કામ હાથી જેવા પ્રાણી પર છોડવાની મૂર્ખતા મંત્રીમંડળે કરી છે. એક યુવાન બોલી રહ્યો હતો.
“એવો કોઈ નિયમ નથી કે બધી જ વાતોનો નિર્ણય કરવામાં મનુષ્ય જ હોશિયાર હોય છે. અરે, ઘણી વાતોમાં મનુષ્ય પશુ જેવો પણ નિર્ણય કરી શકતો નથી. જ્યારે આ તો હાથીની બુદ્ધિમત્તા વિશેષ મનાયેલી છે.' એક પીઢ જેવા લાગતા પુરુષે યુવાનને સંબોધીને કહ્યું. પરંતુ યુવાનના મનનું સમાધાન ન થયું. તેણે દલીલ કરી:
શું હાથી કરતાં કોઈ વિશેષ બુદ્ધિશાળી મનુષ્ય મહાપુરમાં નથી, એમ તમે માનો છો?'
બુદ્ધિશાળી તો ઘણા મળે! પણ નિષ્પક્ષ બુદ્ધિવાળા ખૂબ જ થોડા મળે! તે પણ શોધવા પડે!'
“તો હાથી નિષ્પક્ષ બુદ્ધિવાળો હોય છે? શું તેના માલિક પ્રત્યે એ પક્ષવાળો નથી હોતો?'
For Private And Personal Use Only