________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬o
સોદાસનું ઉત્થાન પડ્યા, કુટુંબથી અળગા થવું પડ્યું, માન-પાન અને પ્રતિષ્ઠા ચાલ્યાં ગયાં.
જ્યારે માંસભક્ષણનું સુખ કેટલા કાળનું? જ્યાં સુધી કોળિયો મુખમાં ચવાતો રહે ત્યાં સુધી સુખ! પેટમાં ગયા પછી શું?
મહામુનિના કથન સાથે પોતાના અનુભવનો મેળ પડતો જોઈ સોદાસને મહામુનિની વાતમાં રસ પડવા માંડ્યો.
મહાનુભાવ, હિંસાથી વેર વધે છે. જીવો સાથે વેર બંધાય છે, જેના પરિણામે હિંસા કરનારની હિંસા થઈ જાય છે.' “પ્રભુ! આપની વાત સત્ય છે. મને અનુભવ છે.”
એટલું જ નહીં, હિંસા કરનારનું હૃદય કૂર અને કઠોર બને છે. પછી એને કોઈ પાપ પાપરૂપ લાગતું નથી. પરલોક તરફ દૃષ્ટિ જતી નથી કે “મારું પરલોકમાં શું થશે? પરમાત્મા તો તેની સ્મૃતિમાંથી જ ભૂંસાઈ જાય છે. પછી પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાની વાત જ ક્યાં રહી? હિંસક પશુનો જેમ કોઈ મનુષ્ય વિશ્વાસ કરતો નથી તેમ હિંસક મનુષ્યનો કોઈ વિશ્વાસ કરતું નથી. હિંસક પશુની જેમ તેને પણ ભાગતા ફરવું પડે છે. તે મનુષ્ય જીવન હારી જાય છે અને ચોરાશી લાખ યોનિમાં ભટકતો થઈ જાય છે.”
સોદાસનું હૃદય ગદ્ગદ્ બની ગયું. તેણે મહામુનિનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું.
નાથ, આપ મારો ઉદ્ધાર કરી. હું ઘોર પાપી છે. ભગવાન ઋષભદેવના પવિત્ર વંશને લજાવનાર અયોધ્યાનો હું અધમ સોદાસ છું. હું નરભક્ષી રાક્ષસ છું. મેં ઘોરાતિઘોર પાપ કર્યો છે,' સોદાસની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
સોદાસ, ધર્મનું શરણું લેવાથી તારાં પાપો હળવાં થશે.” પ્રભો! મને ધર્મનું શરણું આપવા કૃપા કરો. મને ઉગાર.”
તો આજથી તું પ્રતિજ્ઞા કર. કોઈ પણ નિરપરાધી જીવને જાણીબૂઝીને મરાવો નહીં. જૂઠું બોલવું નહીં. ચોરી કરવી નહીં અને પરિગ્રહની મર્યાદા કરવી. સ્વસ્ત્રીમાં સંતોષ માનવો, સ્વસ્ત્રી સિવાયની સ્ત્રીઓને માતા અને બહેન તુલ્ય માનવી.”
નાથ, મને એ પ્રતિજ્ઞાનું દાન કરો, હું એનું પાલન કરીશ.” મહામુનિએ સોદાસને વ્રતો આપ્યાં. દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. જો કે સિંહિકાએ સોદાસને બાલ્યકાળમાં આ બધું સમજાવેલું જ હતું. પરંતુ મહામુનિએ પુનઃ સમજાવતાં સોદાસના એ જૂના સંસ્કારોનું ઉદ્ધોધન થયું.
For Private And Personal Use Only