________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૮
સોદાસનું ઉત્થાન આનંદ ઝડપથી આગળ વધ્યો. માથે મયૂરપિચ્છની પાઘડી, હાથમાં ધનુષ્ય, પીઠ પર તીરનો ભાથો, નાભિપ્રદેશના નીચે વ્યાઘચર્મ અને પગમાં લાકડાંનાં પગરખાં. એક વખતનો પુરોહિતપુત્ર આજે જંગલી શિકારી બની દક્ષિણાપથના અટવીમાર્ગે દોડ્યો જતો હતો. આજુબાજુ તેનું લક્ષ ન હતું; તે તો પેલાં નાનાં પગલાં જોતો દોડતો હતો. ચારેકોર પર્વતો અને નિબિડ વન! પર્વતની એક ઊંચી શિલા પર વનરાજ ઊભો ભસ્યની રાહ જોઈ રહ્યો હતો. તેની દૃષ્ટિ દોડતા આનંદ પર પડી. ભયંકર ગર્જના કરી અને છલાંગ મારી આનંદની સામે આવી ઊભો. આનંદ અચાનક હુમલાથી બેબાકળો બની ગયો. તેના હાથમાંથી ધનુષ્ય સરકી ગયું. તેનું શરીર ધ્રૂજવા લાગ્યું. વનરાજનો જાલિમ પંજો તેના શરીર પર પડ્યો, તે ઢળી પડ્યો.
ભક્ષ્ય શોધવા નીકળેલો આનંદ પોતે જ ભક્ષ્ય બની ગયો. સોદાસે ઘણી રાહ જોઈ, પરંતુ આનંદ ક્યાંથી આવે? એક દિવસનો વિશ્રામ કરી સોદાસ દક્ષિણાપથમાં પ્રવેશ્યો. તેનું જમણું નેત્ર સ્કુરાયમાન થવા લાગ્યું. સામેથી સૌભાગ્યવતી સ્ત્રીઓનો સમૂહ આવી રહ્યો હતો. પક્ષીઓનો મધુર ધ્વનિ થઈ રહ્યો હતો.
સોદાસને ચિત્તમાં આજે નરમાંસની કોઈ ભૂખ જાગી ન હતી. સીધેસીધો ચાલ્યો જ જતો હતો. મધ્યાહુનકાળ સુધી તેણે ચાલ્યા જ કર્યું. ત્યાં તેની નજરે સ્વચ્છ જલથી ભરેલું સરોવર દેખાયું. સરોવરને કિનારે અશોકવૃક્ષની રમણીય ઘટા હતી. સોદાસે સરોવરમાં જઈ જલપાન કર્યું અને અશોક વૃક્ષની છાયામાં જઈ વિશ્રામ લીધો. બે ઘડી વિશ્રામ કરી તે ઊક્યો અને આજુબાજુના રમણીય પ્રદેશને જોતો ફરવા લાગ્યો. ત્યાં એક અપૂર્વ દૃશ્ય તેને જોવા મળ્યું.
એક મહામુનિ અશોક વૃક્ષની છાયા નીચે ધ્યાનસ્થ દશામાં ઊભા હતા, અને આજુબાજુ રમતાં હતાં વન્ય પશુઓ! મહામુનિની મુખમુદ્રા ઉપર અદ્ભુત સૌમ્યતા છવાયેલી હતી, કાયા કૃશ હતી, વસ્ત્ર મલીન હતાં. સોદાસ ઊભો રહી ગયો. મહામુનિ તરફ એકીટસે જોઈ રહ્યો. જેમ લોહચુંબક તરફ લોઢું આકર્ષાય તેમ સોદાસ મહામુનિ તરફ આકર્ષાયો. ધીમે પગલે તે મહામુનિની નજીક પહોંચ્યો. નવા આગંતુકને જોઈ વન્ય પશુઓ મહામુનિની આસપાસ ઘેરાઈ વળ્યાં. મહામુનિએ ધ્યાન પૂર્ણ કર્યું. સોદાસે પ્રશન કર્યો: “હે શ્રમણ, આપને જોતાં મને આનંદ થાય છે. આપ મને ધર્મ સમજાવશો?'
મહામુનિએ સોદાસમાં છુપાયેલી કોઈ યોગ્યતાને પરખી. ધર્મ પામવાની યોગ્યતા એના શરીર પર તો દેખાતી ન હતી, પરંતુ મહામુનિ કેવળ બાહ્ય વેશ કે શરીર જોઈને જ યોગ્યતાનો નિર્ણય કરતા નથી. એમની દિવ્યદૃષ્ટિ તો શરીરની અંદર રહેલા આત્માનું દર્શન કરતી હોય છે.
For Private And Personal Use Only