________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૫૭ આનંદે ટૂંકમાં પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. સોદાસે પણ અયોધ્યામાં બનેલી હકીકત કહી સંભળાવી.
મિત્ર, હવે આપણે અહીં જ રહીએ. હું સેવામાં કોઈ કચાશ નહીં રાખું.” આનંદે સોદાસને વિનંતી કરી. સોદાસ વિચારમાં પડી ગયો. થોડો સમય વિચાર કરી તેણે કહ્યું:
આનંદ, અહીં એક જ સ્થાને રહેવામાં જોખમ છે. વળી, રોજ ભક્ષ્ય મળવું પણ મુશ્કેલ છે. માટે મારો વિચાર તો કરવાનો છે.'
આપણે બીજે સ્થાને જઈને ભક્ષ્ય મેળવી શકીએ, બાકી રહેવાનું સ્થાન તો આ સહીસલામત છે. વળી હવે તો આપ જેવા પરાક્રમી મને મળી ગયા, પછી ભય શાનો?'
આનંદના આગ્રહથી સોદાસ કબૂલ થયો. બંને ધીમે ધીમે ત્યાંથી ચાલતા સરોવર પાસે ગયા. આનંદે ધીરે ધીરે સોદાસના લોહી-ખરડાયેલા શરીરને પાણીથી સાફ કર્યું. વસ્ત્ર પણ સાફ કર્યું અને ત્યાંથી આનંદે બનાવેલા ગુપ્ત સ્થાનમાં બંને પહોંચ્યા.
બંને નરભક્ષી મિત્રોનું પુનઃમિલન થયું, તેમની રાક્ષસી વૃત્તિને વકરવાનો અવસર મળી ગયો. કેવો ઘોર પાપોદય બંને ખુશ થઈ ગયા અને રાક્ષસીવૃત્તિને સંતોષવા લાગ્યા.
બંને મિત્રોએ કેટલોક કાળ ત્યાં વ્યતીત કર્યો. સોદાસની ઇચ્છા હવે કોઈ બીજા પ્રદેશમાં જવાની થઈ. બને ત્યાંથી દક્ષિણાપથ તરફ વળ્યા. રસ્તામાં જે કોઈ એકલ-દોકલ બાળક જોતા, તરત જ તેનો ઘાત કરીને ભક્ષણ કરી જતા.
દક્ષિણાપથની હદમાં પ્રવેશ કરતાં જ આનંદને ઠોકર વાગી અને તે ગબડી પડ્યો. શિયાળનો અશુભ કંદનરવ સંભળાયો. સોદાસ ત્યાં જ ઊભો રહી ગયો. તેણે આનંદને કહ્યું.
આનંદ, અપશુકન થઈ રહ્યા છે, માટે આજે અહીં જ રોકાઈ જઈએ.' 'મિત્ર, શુકન-અપશુકનનો વિચાર આપણે વળી કેવો કરવાનો? જો, આ રસ્તેથી કોઈ નાનાં પગલાં દેખાઈ રહ્યાં છે. જલ્દીથી આપણે જઈએ તો ભક્ષ્ય મળી જશે!
સોદાસને આનંદની વાત ન ગમી. આજે તેના ચિત્તમાં આગળ ચાલવાનો ઉત્સાહ જ જાગતો ન હતો.
આનંદ, હું તો અહીં જ રોકાઈશ. તું જલ્દીથી જા અને ભક્ષ્ય લઈને તરત પાછો આવી જા.'
For Private And Personal Use Only