________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પપ
જૈન રામાયણ
ગ્રામજનોએ સોદાસ પર દંડાઓના પ્રહાર કરવા માંડ્યા પરંતુ, સોદાસે તરત જ બે ગ્રામજનોનાં માથાં ધડ પરથી ઉતારી દીધાં. લોકો એકદમ ઉશ્કેરાયા અને સોદાસના માથા પર સખત ફટકા લગાવ્યા. સોદાસ બેભાન બની જમીન પર ઢળી પડો. નીચે પડતાં જ લોકો તેના પર તૂટી પડ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં મૂછ ઊતરતાં સોદાસ ઊભો થઈ ગયો અને વિફરેલા વાઘની જેમ છલાંગ મારતો ત્યાંથી ભાગ્યો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. તેના શરીર પર પણ પ્રહાર થયેલા હતા. લોહી ખરડાયેલો સોદાસ ત્યાંથી ભાગતો ભાગતો એક ઘોર અરણ્યમાં જઈ પહોંચ્યો. તેનું શરીર સાવ થાકી ગયું હતું, તે એક વૃક્ષની નીચે મૂચ્છ ખાઈને ઢળી પડ્યો.
કમની કેવી વિચિત્રતા છે! અયોધ્યાના રાજસિંહાસન પર હતો ત્યારે અનેક રાજા-મહારાજાઓ જેની સેવામાં હાજર રહેતા હતા, અપ્સરાઓ જેવી નૃત્યાંગનાઓ જેની સામે નૃત્ય કરતી, જેની આજ્ઞાને ઉઠાવી લેવા સેંકડો સેવકો હાજર રહેતા હતા તે સોદાસ આજે અસહાય, એકલોઅટૂલો ઘોર અટવીમાં ચત્તોપાટ મૂછિત અવસ્થામાં પડ્યો હતો, ત્યાં ન કોઈ એના અંગની રક્ષા કરનાર અંગરક્ષક હતો, ન કોઈ વાયુનો વીંઝણ વીંઝનાર દાસી હતી. ત્યાં હતાં ગીધ અને સમડીઓ! ત્યાં હતાં વરુ અને શિયાળ!
૦
૦
૦
For Private And Personal Use Only