________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૩પ૩ પ્રભાત થયું. અયોધ્યાના રાજમહેલ સશસ્ત્ર સૈનિકોથી ઘેરાઈ ગયો હતો. આખા નગરમાં ભારે કોલાહલ ફેલાઈ ગયો હતો. સૌને ખબર મળી ગઈ હતી કે “સોદાસ' રાજા જ પોતે બાળભક્ષક છે. તેથી સૌના હૃદયમાં સોદાસ પ્રત્યે ભારે ધૃણા પેદા થઈ હતી.
ત્યાં નગરવાસીઓને કાને રાજઘોષણા સંભળાઈ.
યુવરાજ સિંહ રથનો આજે સવારે નવ વાગ્યે રાજસભામાં રાજ્યાભિષેક કરવામાં આવશે. માટે સર્વે નગરજનોએ સમયસર આવી જવું. મહામંત્રીશ્વરની આજ્ઞા છે.'
બીજી બાજુ, સોદાસે પોતાના મહેલને સશસ્ત્ર સૈનિકોથી ઘેરાયેલો જોયો, તેના હૃદયમાં મહાન ઉલ્કાપાત મચી ગયો. બહાર નીકળાય એમ ન હતું અને અંદર રહેવાનું સહન થાય એમ ન હતું. તે બેચેન બની ગયો. સૌથી મોટી બેચેની એ હતી કે એને બે દિવસથી મનુષ્યનું માંસ મળ્યું ન હતું. હવે અયોધ્યામાં મળે એમ પણ ન હતું. તેને મન રાજગાદીની કોઈ કિંમત ન હતી. એને મને તો સર્વસ્વ હતું મનુષ્યનું માંસ. વિષયાસક્તિ ભયંકર હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત મનુષ્ય ન્યાયનીતિ અને સદાચારથી દિનપ્રતિદિન દૂર જતો જાય છે. સોદાસ જિન્દ્રિયની આસક્તિમાં ખૂબ ફસાયો. કઈ સ્થિતિમાં જઈ પહોંચ્યો? મનુષ્યભક્ષી બની ગયો! તેને લત લાગી ગઈ. લતમાં તે પોતાની કુલીનતા ભૂલ્યો, મહાન કર્તવ્ય મૂલ્યો અને પોતાના આત્માને ભૂલ્યો.
યુવરાજ સિહરથનો રાજ્યાભિષેક થઈ ગયો. સેનાપતિએ રાજમહેલ પરથી સશસ્ત્ર સૈનિકોને ઉઠાવી લીધા. સોદાસ રાજમહેલની બહાર નીકળી ગયો. તે અયોધ્યાની બહાર ચાલ્યો ગયો. અયોધ્યા છોડીને તે દૂર દૂર ચાલ્યો ગયો. કોઈ તેની પાછળ ન ગયું. કોઈએ તેની પાછળ શોકમાં બે આંસુ ન સાર્યા.
સોદાસ ત્રણ-ત્રણ દિવસથી ભૂખ્યો હતો. તેને હવે મનુષ્યના માંસ સિવાય કંઈ જ પ્રિય લાગતું ન હતું. તે અયોધ્યાથી દસ-બાર યોજન દૂર નીકળી ગયો. રસ્તામાં તેને કંઈ ભક્ષ્ય ન મળ્યું. તેની ક્રૂર આંખો ચારે કોર ભટકતી હતી. તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેની નજરે એક ઝૂંપડી જેવું મકાન દેખાયું. કંઈક આશાનું કિરણ દેખાતાં તે મકાન તરફ વળ્યો. જેમ જેમ મકાનની નિકટ ગયો તેમ તેમ બાળકના રૂદનનો અવાજ તેને સંભળાવા લાગ્યો.
સોદાસ મકાનના આંગણામાં પહોંચ્યો. મકાનમાં કોઈ માણસ તેને દેખાયો
For Private And Personal Use Only