________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘નગરશેઠને મળવું છે.'
‘અત્યારે?'
જૈન રામાયણ
‘આ માટે મહાજનને બોલાવી લાવવું જોઈએ.'
‘હમણાં જ બોલાવી લો.' અન્ય મંત્રીઓ બોલી ઊઠ્યા. મધ્યરાત્રિ થઈ ગઈ હતી. ક્યારેક નગરરક્ષક સિપાઈઓના અશ્વોનો હેષા૨વ શાંતિનો ભંગ કરતો હતો, તો ક્યારેક કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાઈ જતો હતો. મહામંત્રીના બે અંગરક્ષકો રાજમાર્ગો પર આગળ વધતા વધતા નગરશેઠની હવેલી પાસે આવી પહોંચ્યા. અંગરક્ષકોએ અવાજ કર્યો. સામેથી હવેલીના દ્વારપાલોએ અવાજ આપ્યો. અંગરક્ષકો દ્વારપાર્લાની પાસે જઈ પહોંચ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧
‘હા, જરૂરી કામ છે'
એક દ્વારપાલ હવેલીની અંદર ગયો. પા કલાકમાં પાછો આવ્યો અને મહામંત્રીના અંગરક્ષકોને લઈને પુનઃ હવેલીમાં ચાલ્યો ગયો. થોડીક વારમાં બંને અંગરક્ષકો નગરશેઠની પાસે આવી પહોંચ્યા. નગરશેઠને પ્રણામ કરી મહામંત્રીનો સંદેશો કહી સંભળાવ્યો.
તરત જ નગરશેઠ ઊભા થયા, વસ્ત્રપરિવર્તન કરી લઈ, શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી અંગરક્ષકોની સાથે રવાના થયા. પોતાના દ્વારપાલોને સૂચના આપી કે મહાજનના અગ્રણીઓને તેઓ મહામંત્રીના મહેલ પર આવવા કહી દે.
એકાદ કલાકમાં મહાજનના અગ્રણીઓ મહામંત્રીને મહેલે ભેગાં થઈ ગયા. સહુને લઈને નગરશેઠે મહેલમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ યોગ્ય સ્વાગત કરી આસનો આપ્યાં.
‘શ્રેષ્ઠીવર્યો, નગરનાં કોમળ બાળકોના ભક્ષકનો પત્તો લાગી ગયો છે.’ ‘બહુ સરસ.’ નગરશેઠે વાતને વધાવી.
‘ભક્ષક બહુ વિચિત્ર નીકળ્યો... જેની કલ્પના પણ ન થઈ શકે, તેવો...’ ‘કોણ ?’
For Private And Personal Use Only
‘રક્ષક તે જ ભક્ષક!' દુ:ખભર્યા શબ્દોમાં મહામંત્રી બોલ્યા. મહાન મુત્સદી નગરશેઠ સમજી ગયા.
‘પછી શું કર્યું?'
‘સમજાવ્યા.’
•તે સમજ્યા?'