________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
નરભક્ષી નહિ, પરંતુ બાળક રડી રહ્યું હતું. સોદાસે મકાનમાં ડોકિયું કર્યું. એક પારણિયામાં નાનું બાળક પડ્યું પડ્યું રડતું હતું. પારણિયાની પાસે રોટલાના બેચાર ટુકડા પડેલા હતા. સોદાસે એવું અનુમાન કર્યું કે જરૂર આ બાળકની મા બાળકને સુવાડીને બહાર કામે ગઈ લાગે છે. પરંતુ ઘર ખુલ્લું મૂકીને ગઈ છે એટલે તરતમાં પાછી આવવી જોઈએ.
જ્યારથી તેણે નાના બાળકનો અવાજ સાંભળ્યો હતો, ત્યારથી જ તેની જીભ લપ લપ કરી રહી હતી. તેણે તરત અંદર જઈને બાળકને ઉપાડવું અને ઝડપથી બહાર નીકળી લપાતો-છુપાતો ત્યાંથી ભાગ્યો... પરંતુ બાળકનું રૂદન ચાલું હતું. ક્રૂર કાળજાના એ નરાધમે બાળકની ડોક મરડી નાંખી. તેને સદાને માટે શાંત કરી દીધું. બસ, કાચા ને કાચા શરીરને બચકાં ભરવા લાગ્યો. તેનું મુખ, તેનાં વસ્ત્રો ને ગાત્રો, લોહીથી લથપથ થઈ ગયાં. તે બિહામણો નરરાક્ષસ બની ગયો. તેની સુધા કાંઈક શાંત થઈ. તળાવમાં જઈ તેણે પેટ ભરીને પાણી પીધું અને એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયો. બે-ચાર મિનિટમાં તો ઘસઘસાટ ઊંધવા માંડ્યો.
ક્યાં એક દિવસનો મહાસતી સિંહિકાનો લાડકવાયો સોદાસ અને ક્યાં આજનો જંગલોમાં ભટકતો નરરાક્ષસ સોદાસ! અહો, કર્મોની કેવી ઘોર વિટંબણા છે! સંસારના રંગમંચ પર હરહંમેશ આવાં ઘરતિઘોર નાટકો ભજવાઈ રહેતાં હોય છે, એવા સંસારમાં ક્યાં સુખ શાંતિ છે! ભ્રમણાના સુખમાં રાચતો જીવ સ્વતઃ પોતાની ચિતા બનાવીને સળગી મરે છે. સોદાસે ત્યાંથી ઉત્તરાપથ તરફ ચાલવા માંડયું.
સામેથી એક ગાડું આવી રહ્યું હતું. ગાડામાં બે સ્ત્રીપુરુષ અને બે બાળકો હતાં. બાળકોને જોતાં જ સોદાસની જીભ સળવળી. તેણે એકાએક ગાડા પર હુમલો કર્યો. સ્ત્રી-પુરુષનો ત્યાં જ કટારીથી વધ કરી, બે બાળકોને ઉઠાવ્યાં અને ત્યાંથી ભાગ્યો. પરંતુ બે બાળકોએ કારમું કલ્પાંત કરવા માંડ્યું. અવાજ સાંભળીને આજુબાજુના ખેતરોમાં કામ કરતા માણસો દોડી આવ્યા અને સોદાસનો પીછો કર્યો. સોદાસે તરત જ બંને બાળકોને ધરતી પર પટકી, નિર્દયતાથી તેમનો વધ કરી નાંખ્યો. તે તેની પાછળ આવતા માણસો તરફ લોહી ખરડી કટારી સાથે ધસ્યો. લોકોના હાથમાં પણ લાકડી, તલવાર વગેરે શસ્ત્રો હતાં. સોદાસનો બિહામણો ચહેરો જોઈને પહેલાં તો ગ્રામજનો ડર્યા, પરંતુ તેઓ સમૂહમાં હોવાથી હિંમત કરીને સોદાસને ઘેરી વળ્યાં.
For Private And Personal Use Only