________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
નરભક્ષી ના.” હવે?' આપને શું કરવું ઉચિત લાગે છે?' મહામંત્રીએ નગરશેઠને પૂછ્યું. આપ સહુએ કંઈ વિચાર્યું હશે ને?” અમે વિચાર કરી રાખ્યો છે.” “શો?' “યુવરાજ સિંહરથને રાજ્યસિંહાસન પર સ્થાપિત કરવા.” મહારાજાને?' ‘પદભ્રષ્ટ કરવા.” કેવી રીતે? “એ વિચારવાનું બાકી છે.” મહામંત્રીએ નગરશેઠની સામે આતુરતાપૂર્વક જોતાં પૂછ્યું. નગરશેઠના મગજમાં સમગ્ર પ્રસંગને કુનેહપૂર્વક પતાવવાની યોજના ઘડાઈ ગઈ હતી.
“સેનાપતિને બોલાવીને આજ્ઞા કરવાની કે, અત્યારે જ મહારાજાના મહેલની ચારેકોર સૈનિકો ગોઠવી દે. જ્યાં સુધી આપણે યુવરાજનો રાજ્યાભિષેક ન કરી રહીએ ત્યાં સુધી મહારાજાને મહેલની બહાર નીકળવા ન દેવા.' નગરશેઠે સ્પષ્ટતાથી યોજના સમજાવી.
પછી?'
પછી પહેરો ઉઠાવી લેવાનો.. મહારાજા અયોધ્યા છોડીને ચાલ્યા જશે!” નગરશેઠે ભવિષ્યવેત્તાઓની ઢબે ભાવિની આગાહી કરી. સૌને નગરશેઠની વાત ગમી ગઈ. મહામંત્રીએ તરત જ સેનાપતિને બોલાવી લાવવા માણસ રવાના કર્યો. સેનાપતિ વિના વિલંબે હાજર થયો. મહામંત્રીએ સેનાપતિને પરિસ્થિતિ સમજાવી દીધી અને મહેલને સૈનિકોથી ઘેરી લેવા માટે સૂચના કરી. સેનાપતિ મહામંત્રીની આજ્ઞા સ્વીકારી ત્યાંથી રવાના થયો. મંત્રીમંડળ અને મહાજન પણ પ્રભાતમાં યુવરાજનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કરી પોતાના સ્થાને રવાના થયું.
કેવો એ પ્રાચીનકાળ! ભગવાન ઋષભદેવથી ચાલી આવતી પવિત્ર સંસ્કૃતિનું સંરક્ષણ કરવા અયોધ્યાના સત્તાધીશો અને નાગરિકો કેટલા બધા જાગ્રત હતા! ખુદ રાજા પણ ભૂલ કરે છે તો તેને ય સજા ફટકારી દેતાં વાર નહિ, અંગત સ્વાર્થની દુનિયામાંથી બહાર નીકળી ગયા વિના આ વાત ન બની શકે.
For Private And Personal Use Only