________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
ત્યાગની પરંપરા જાળવી જાણી!
‘અરે અધમ દૂત, તારો આ બકવાસ બંધ કર. શું અયોધ્યાપતિ તારા નરભક્ષી રાજાની આજ્ઞા સ્વીકારશે? તું દૂત છે એટલે અવધ્ય છે. બાકી... ‘બાકી યુદ્ધક્ષેત્ર પર ખબર પડશે કે કોણ વધ્યું છે, કોણ અવધ્ય?’
દૂત રાજસભા છોડી નીકળી ગયો. સિંહરથ વિચારમાં પડી ગયો. પોતાના નરભક્ષી પિતા પર રાજ્યાભિષેકની વાત તેની સમજમાં ન આવી.
સિંહ૨થ દ્વારા તિરસ્કૃત દૂત મહાપુર પહોંચ્યો, અને સોદાસને યથાસ્થિત હકીકત જણાવી. સોદાસે તો પ્રથમથી જ પરિણામનું અનુમાન કરી લીધું હતું. તેણે સેનાપત્તિને બોલાવ્યો અને સૈન્યને સજ્જ કરવા આદેશ કર્યો. સેનાપતિએ જાણ્યું કે ‘અયોધ્યા પર મહારાજા ચઢાઈ કરવા માંગે છે.' ત્યારે તે વિચારમાં પડી ગયો.
‘કેમ સેનાપતિજી! શા વિચારમાં પડી ગયા?’
‘મહારાજા, અયોધ્યાનું રાજ્ય એક મહાન રાજ્ય છે. તેનું સૈન્ય અજોડ છે. તેના રાજાઓ એક એકથી ચઢિયાતા હોય છે, એવા રાજ્ય પર ચઢાઈ કરવી...’
'સાહસ છે! એમ કહેવું છે ને? સેનાપતિજી! જેનામાં સાહસ કરવાની તાકાત નથી તે ક્ષત્રિય નથી, સમજ્યા! જાઓ ગભરાયા વિના તૈયારી કરો, ડરો નહિ. હું સૈન્યને મોખરે રહીશ!' સોદાસે હસીને સેનાપતિને ૨વાના કર્યો.
સેનાપતિને ક્યાં સોદાસના મહાન પરાક્રમોનો પરિચય હતો? એ ક્યાં જાણતો હતો કે સોદાસ અયોધ્યાનો માલિક છે! મહાપુરના રાજમહાલયના શિખર પરથી યુદ્ધની ભે૨ી બજી ઊઠી. હજારો સુભટો શસ્ત્રસજ્જ બની રાજમહાલયના પટાંગણમાં ઊભરાવા લાગ્યા. નગરની વીરાંગનાઓ પોતાના સ્વામીને લલાટે વિજયતિલક કરવા લાગી અને આનંદથી વિદાય આપવા માંડી.
અનેક રાજપુરુષોના મનમાં જયપરાજયની શંકાઓ થવા લાગી. કોઈને સોદાસનું આ દુસ્સાહસ લાગ્યું તો કોઈને આ ઉતાવળિયું પગલું. કોઈને સોદાસનું આ પરાક્રમ પ્રશંસનીય લાગ્યું. અયોધ્યા જેવા મહાન રાજ્ય પર મહાપુરનું નાનું રાજ્ય ચઢાઈ કરે, તે કેટલાક વૃદ્ધ પુરુષોને પણ અવિચારી કૃત્ય લાગ્યું, પરંતુ સોદાસ સમક્ષ કોઈની પણ વાત ક્યાં ટકી શકે એમ હતી? એ હસીને વાત ઉડાવી દેતો.
શુભ મુહૂર્તે સોદાસે યુદ્ધયાત્રાનો પ્રારંભ કર્યો, ગગનભેદી શંખધ્વનિ કરી સોદાસે બ્રહ્માંડને ભરી દીધું. અપૂર્વ શંખધ્વનિ સાંભળીને યોદ્ધાઓ યુદ્ધોન્મત્ત બની ગયા. અશ્વોએ હેષારવ કર્યો અને હાથીઓ નાચવા લાગ્યા.
For Private And Personal Use Only