________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
દશરથ ‘બસ, બાકીનું બધું હું સંભાળી લઈશ.” દશરથ મહામાત્યની મુત્સદ્દીગીરી પર અતિ ખુશ થઈ ગયા. મહામંત્રીએ જવાની રજા માંગી. દશરથે અનુજ્ઞા આપી. મહામંત્રી દરવાજા પાસે પહોંચ્યા ત્યાં દશરથના મનમાં એક વિચાર આવ્યો. તેણે મહામંત્રીને પાછા બોલાવ્યા. જનક રાજાનું શું?' દશરથે પ્રશ્ન કર્યો.
એ વાત વિચારણીય છે.' મહામંત્રીએ વિચાર કરતાં કહ્યું. રાજા અને મંત્રી બંને વિચારમાં પડી ગયા. ત્યાં દશરથના મનમાં એક ઉકેલ ફુર્યો.'
મહામંત્રીજી, હું અત્યારે જ અહીંથી નીકળી જાઉં, જનક પાસે પહોંચી, તેને પણ અહીંની જેમ સમગ્ર યોજના સમજાવી દઉં. પછી અમે બંને ત્યાંથી અજ્ઞાતવાસમાં ચાલ્યા જઈએ.
આટલું કહીને દશરથે મહામંત્રીની તરફ સૂચક દૃષ્ટિ કરી. મહામંત્રીને પણ દશરથની વાત ઠીક લાગી; તેમણે સંમતિ આપી. પરંતુ તેમણે મહારાજાને સંધ્યા પછી જ અહીંથી નીકળવાની સલાહ આપી. મહારાજાને પ્રણામ કરી મંત્રીશ્વર ત્યાંથી ચાલ્યા ગયા.
દશરથ હવે સંધ્યા થવાની રાહ જોવા લાગ્યા. બીજી બાજુ મંત્રીશ્વરે દશરથની લેખમયી મૂર્તિ તાબડતોબ તૈયાર કરવા માટે કુશળ કારીગરોને સૂચના કરી દીધી.
સંધ્યાના રંગો ખીલ્યા અને ચાલ્યા ગયા. પૃથ્વી પર અંધારું છવાયું. નગરના દરવાજાઓ બંધ થવાની તૈયારી હતી ત્યાં નગરના પૂર્વ દરવાજા પર એક અશ્વારૂઢ યોગી જઈ ચઢ્યો.
ચાલ, જલદીથી બહાર નીકળી જા, દરવાજો બંધ થાય છે.” પહેરેગીરે પોતાની સત્તા બતાવી... પરંતુ યોગીએ સાંભળ્યું, ન સાંભળ્યું કર્યું અને પવનવેગે ત્યાંથી તેણે અશ્વને દોડાવી મૂક્યો.
જેમ જેમ રાત્રિ વધતી ગઈ તેમ તેમ મિથિલા નિકટ આવતી ગઈ. ત્રણત્રણ પ્રહર સુધી સતત મુસાફરી કરી ચોથા પ્રહરને પ્રારંભે અશ્વારૂઢ પુરુષ મિથિલાને દ્વારે આવી પહોંચ્યો. દ્વારો બંધ હતાં. યોગી મૂંઝવણમાં પડી ગયો. તેણે દ્વાર ખખડાવ્યાં. દરવાજો ખોલો.' તેણે બૂમ પાડી. ‘હમણાં દરવાજો નહીં ખૂલે, હજુ વાર છે. અંદરથી બેપરવાઈભર્યો અવાજ સંભળાયો.
For Private And Personal Use Only