________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯
જૈન રામાયણ “જિજ્ઞાસુને ધર્મ સમજાવવો એ અમારું કર્તવ્ય છે. તો મને સમજાવશો.” સાંભળ, મહાનુભાવ...' મહામુનિએ સ્વચ્છ જગ્યા પર આસન બિછાવ્યું. સોદાસ વિનયપૂર્વક દૂર બેસી ગયો. અશોકની ડાળે કોયલ ટહુકી ઊઠી.
તું તારી જાત તરફ જેવું વર્તન કરે છે તેવું વર્તન બીજા જીવ પ્રત્યે કરવું, એ ધર્મ છે! તું જેવી રીતે તારી જાતને દુઃખી કરવા નથી ચાહો તેવી રીતે તારે બીજા જીવોને દુ:ખી ન કરવા જોઈએ.'
મુનિ, વચમાં હું પૂછી શકું છું?” પૂછી શકે છે.” ધર્મ સુખી બનવા માટે કરવાનો હોય છે ને?' હા.' બીજા જીવોને મારીને જો સુખ મળતું હોય તો એ ધર્મ ન કહેવાય?” ‘ભાગ્યશાળી! બીજા જીવોને મારીને સુખ મળતું જ નથી. બીજા જીવોને મારીને જે સુખ મળતું લાગે છે એ તો અલ્પકાળનું કાલ્પનિક સુખ હોય છે. પછી એ હિંસાનું પાપનું ફળ ભોગવતાં જીવ દુઃખી દુઃખી થઈ જાય છે.'
પાપનું ફળ તો બીજા ભવમાં ભોગવવું પડે છે ને? આ ભવમાં તો હિંસાથી સુખ મળતું દેખાય છે.'
આ ભવમાં પણ પાપનું પ્રારંભિક ફળ ભોગવવું પડે છે, પરલોકમાં તો પાપનું ફળ ભોગવવું પડે તે જુદું. હિંસક મનુષ્ય આ ભવમાં પણ અનેક કષ્ટ પ્રાપ્ત કરે છે. તું જરા બુદ્ધિથી વિચાર કર. બીજા જીવોને દુઃખ આપનાર મનુષ્યને સુખ મળી શકે ખરું? બીજા જીવોને અશાન્તિ આપનારને શાંતિ મળી શકે ખરી? હિંસા કરી સુખ અનુભવનારને ભયંકર દુઃખ અનુભવવા તૈયાર જ રહેવું પડે છે.”
સોદાસની સામે પોતાનો ભૂતકાળ તરવરવા લાગ્યો. માંસભક્ષણનું પાપ જ્યારથી એના જીવનમાં પ્રવેશ્ય ત્યારથી દિનપ્રતિદિન એનું ચિત્ત અશાંત બનેલું એને સમજાયું. માંસભક્ષણનું સુખ અલ્પકાળનું હતું જ્યારે દુ:ખ કેટલું સહન કરવું પડ્યું? અયોધ્યાની પ્રજામાં અપ્રિય બનવું પડ્યું, રાજ્યસિંહાસનથી ભ્રષ્ટ થવું પડ્યું, ભાગવું પડયું, જંગલોમાં ભટકવું પડ્યું, લોકોના પ્રહાર સહન કરવા
For Private And Personal Use Only