________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૪૯ “માનો કે ન સમજે તો? એક મંત્રીએ પ્રશ્ન કર્યો. “તો પછી મંત્રીમંડળે યોગ્ય માર્ગ અખત્યાર કરવો જોઈએ.'
ક્યો માર્ગ?” “તમને કયો માર્ગ સૂઝે છે? “મને તો લાગે છે કે, જો ન માને તો રાજગાદી પરથી ઉતારી મૂકવા જોઈએ!' જરા આવેશપૂર્વક મંત્રીએ પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો.
વાત વાજબી છે, પ્રજાનું ભક્ષણ કરનાર રાજા કેમ ચાલી શકે?” બીજા મંત્રીઓએ પોતાની સંમતિ દર્શાવી.
તો પછી, પહેલાં આપણે મહારાજાને મળીએ. તેમને સમજાવવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ, બાદમાં યોગ્ય નિર્ણય કરીશું.' મહામંત્રીએ સુયોગ્ય સૂચન કર્યું. સહુએ સ્વીકાર્યું. રાત મોડી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે રાજા પાસે ગયા વિના ચાલે એમ ન હતું. મંત્રીમંડળ રાજમહેલમાં પહોંચ્યું. સોદાસની નીંદ તો ક્યારનીય ઊડી ગઈ હતી. દ્વારપાલે જઈને સોદાસને સમાચાર આપ્યા.
મંત્રીમંડળ આપની પાસે આવવા ચાહે છે.' “આવવા દો.' વ્યગ્ર ચિત્તે સોદાસે જવાબ આપ્યો. મંત્રીમંડળે સોદાસના મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. સોદાસે મૌનપણે આવકાર આપ્યો; અને પોતે એક ભદ્રાસન પર બેઠો. મંત્રીમંડળ પણ યોગ્ય આસને બેસી ગયું.
થોડીક વાર મૌન પથરાયું; સોદાસે આગમનનું કારણ પૂછી મૌન તોડ્યું. મહામંત્રીએ પ્રત્યુત્તર આપ્યો:
આપ જાણો છો કે એક મહિનાથી નાનાં નાનાં બાળકોની ચોરી થઈ રહી છે. તેથી પ્રજામાં ઘણો અસંતોષ વ્યાપેલો છે.'
તમે તપાસ કરી હશે ને?' સોદાસે ભૂમિ પર દૃષ્ટિ રાખીને પૂછયું.
તપાસ પૂર્ણ થઈ છે. એટલે જ આપને મળવાનું થયું છે.' મહામંત્રીએ કહ્યું. સોદાસ મૌન રહ્યો.
“આપને પણ ખબર પડી જ ગઈ છે કે ચોર કોણ છે અને કોના માટે ચોરી કરતો હતો.' “હા.”
હવે આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવું જરૂરી છે. આપ અયોધ્યાના વિશાળ રાજ્યના પિતા છો. પિતા પ્રજાનું પાલન કરે તે જ ઉચિત છે. ભક્ષણ કરે તે ઉચિત નથી.”
For Private And Personal Use Only