________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3૮. નરભક્ષી :
રસોઈયાના પકડાઈ જવાના સમાચાર મળતાં જ આનંદ અયોધ્યા છોડીને ભાગી ગયો. સીદાસ ચિંતાતુર બની ગયો. અયોધ્યાના મંત્રીમંડળને તે બરાબર સમજતો હતો. ન્યાયની ખાતર મંત્રીમંડળ સર્વસ્વનું બલિદાન આપતાં પણ. અચકાય તેમ ન હતું. તેણે આનંદની સલાહ લેવાનું વિચાર્યું: આનંદની તપાસ કરાવી, પણ હોય તો આવે ને! એ તો ક્યારનોય ભાગી ગયો હતો:
બીજી બાજુ રાત્રિના સમયે મહામંત્રી મંત્રીમંડળને લઈને કારાવાસમાં પહોંચ્યા કે જ્યાં રસોઈયો કેદ હતો.
તું જે સાચી હકીકત હોય તે કહીશ તો તને મૃત્યુદંડ કરવામાં નહિ આવે. પણ જો સાચી વાત જરા પણ છુપાવીશ તો ફાંસીએ લટકાવી દેવામાં આવશે.” મહામંત્રીએ રસોઈયાને કડકાઈ બતાવી. “કૃપાનાથ, હું સાચું કહું છું કે હું નિર્દોષ છું.” તો કોના કહેવાથી તે આ ઘોર પાપ કરી રહ્યો હતો?' દયાળુ...” કહે. જરા પણ ગભરાઈશ નહિ. સત્ય કહી દે.' “મહારાજાના કહેવાથી...” થોથવાતી જુબાને રસોઈયાએ કહી દીધું. “તું આ કામ ક્યારથી કરી રહ્યો હતો?' ‘લગભગ એક મહિનાથી.” તને બાળકોને ઉપાડી લાવવાની આ કળા કોણે શીખવી?” પુરોહિત પુત્ર-આનંદે.”
મહામંત્રીએ આ રીતે સંપૂર્ણ માહિતી મેળવી લીધી, પુનઃ રસોઈયાને કોટડીમાં પૂરી દઈ, મંત્રીમંડળ નિવાસસ્થાને પહોંચ્યું. સહુનાં ચિત્ત ગંભીર ચિતામાં ડૂબેલાં હતાં, સોદાસના ઘોર દુષ્ટ કૃત્ય પર સહુના મન ઉદ્વિગ્ન બની ગયેલાં હતાં.
સમગ્ર પરિસ્થિતિ આપણી સામે સ્પષ્ટ છે. હવે આમાં શું કરવું જોઈએ? આપ સહુનો અભિપ્રાય શું છે?' મહામંત્રીએ મંત્રીમંડળની સામે વાત મૂકી.
આ અંગે આપે શું વિચાર્યું છે?' બીજા મંત્રીએ મહામંત્રીને પૂછ્યું. મેં તો વિચાર્યું છે કે સૌ પ્રથમ આપણે મહારાજાને મળીને, તેમને આ ઘોર પાપ બંધ કરવા સમજાવવા જોઈએ.'
For Private And Personal Use Only