________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
સોદાસનું પતન સંતુષ્ટ થયું. મહામંત્રી મહારાજાની પાસે ગયા. સોદાસ પણ મહામંત્રીને આવેલા જાણી પરિસ્થિતિ કળી ગયો.
મહારાજા, નગરમાંથી રોજે-રોજ એક બાળક ખોવાય છે. પ્રજામાં ગંભીર ચિંતા વ્યાપી છે. તે અંગે તરત ચાંપતી તપાસ કરવી જરૂરી છે.”
કોટવાલને કહો કે તે તપાસ કરે. મને તો લાગે છે કે રાત્રે કોઈ રાક્ષસ આવી બાળકોને ઉઠાવી જતો હોવો જોઈએ. “ના.જી, બાળકો નિશાળે જાય છે. પછી જ તેમાંથી કોઈ બાળકને ઉઠાવી જાય છે.”
તો શાળાના અધ્યાપકને પૂછપરછ કરવી જોઈએ.' સોદાસના હૃદયમાં જાણે કોઈ જ ચિંતા ન હોય તે રીતે બોલતો રહ્યો. ચકોર મહામંત્રી મહારાજાની આ વર્તણૂક પર આશ્ચર્ય પામ્યા. મહામંત્રી ત્યાંથી ઊઠીને પોતાના નિવાસસ્થાને આવ્યા અને મંત્રીમંડળને ભેગું કર્યું. તમામ મંત્રીઓએ તત્કાળ બાળચોરની તપાસ કરવાનો અભિપ્રાય આપ્યો. મહામંત્રીએ પણ પોતાના ખાસ ગુપ્તચરને બોલાવ્યો અને ચોરની તપાસ કરવાનું કામ સોંપી દીધું.
ગુપ્તચરે તરત જ ચોર અંગેની તપાસ આરંભી દીધી. તે રાત્રીના સમયે શાળાના અધ્યાપકની પાસે પહોંચ્યો. અધ્યાપક પણ ચિંતાતુર હતા. ગુપ્તચરે અધ્યાપક પાસેથી જરૂરી માહિતી મેળવી લીધી અને બીજા દિવસે પુનઃ તે શાળામાં ગયો. બાળકોને જે પૂછવું હતું તે પૂછી લીધું. તેમાં તેને જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સમયથી એક માણસ રોજ બાળકોને મીઠાઈ આપે છે. તેણે નક્કી કર્યું કે એ માણસને પહેલાં ઓળખી લેવો.
બીજે દિવસે છૂપી રીતે તેણે મીઠાઈ આપનાર રસોઈયાને જોયો. તરત જ તેને ઓળખી લીધો. તેણે જોયા કર્યું કે એ શું કરે છે? મીઠાઈ લઈને ઘણાં બાળકો ચાલ્યાં ગયાં. કેટલાંક બાળકોની સાથે તેમના વાલીઓ પણ હતા. થોડાક સમય પછી એક બાળક આવ્યું. મીઠાઈ લેવા તે રસોઈયાની પાસે ગયું. રસોઈયાએ આજુબાજુ દૃષ્ટિ કરી, કોઈ દેખાયું નહિ. બાળકને બેભાન બનાવી ટોપલામાં નાંખી દીધું. ગુપ્તચરે તે જોઈ લીધું. તેને પાકી ખાતરી થઈ ગઈ કે આ દુષ્ટ જ રોજ એકએક બાળકને ઉઠાવી જાય છે, પણ હવે તે એ બાળકને ક્યાં લઈ જાય છે? ત્યાં શું કરે છે?” એ જાણવું જરૂરી સમજી, ગુપ્તચરે તેનો પીછો પકડ્યો. રસોઈયો તો સીધો રાજમહેલમાં પહોંચ્યો, ગુપ્તચર પણ તેની પાછળ જ રાજમહેલમાં ઘૂસ્યો. તેણે ઇશારાથી રાજમહેલના રક્ષ કસૈનિકોને પોતાની પાછળ આવવા સમજાવી દીધું. રસોઈયો જેવો ભોંયરામાં ઘૂસ્યો, તરત જ ગુપ્તચરે તેનો હાથ પકડ્યો; અને પૂછ્યું:
For Private And Personal Use Only