________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
- ૩૪૫ એ વાત બરાબર. પછી મારે ડરવાની જરૂર નથી.' આનંદે રસોઈયાને બાળકો પકડવાની કળા સમજાવી દીધી. રસોઈયાને પણ યોજના ગમી ગઈ. તે આનંદને નમસ્કાર કરી રવાના થયો. આનંદ મનુષ્યમાંસના ભોજનની કલ્પનાનો રસાસ્વાદ માણતો નિદ્રાધીન થયો.
બીજા દિવસે સવારે, આનંદની યોજના મુજબ, રસોઈયાએ મીઠાઈનો એક ટોપલો ભર્યો અને ટોપલો ઉપાડી તે અયોધ્યાની એક નિર્જન ગલીને નાકે જઈને ઊભો રહ્યો. આ રસ્તે થઈને ગામનાં ગરીબ વર્ગનાં બાળકો શાળામાં અભ્યાસાર્થે જતાં હતાં. શેરીને બીજે નાકે ઉપાધ્યાયની શાળા હતી. શેરીનો રસ્તો બાળકોની અવરજવર સિવાય નિર્જન હતો. નિત્યક્રમ મુજબ બાળકો એ માથી શાળામાં જવા લાગ્યાં. રસોઈયાએ દરેક બાળકને મીઠાઈ આપવા માંડી. બાળકો ખુશ ખુશ થઈ ગયાં. બીજે દિવસે પણ એ મુજબ મીઠાઈ આપી. ત્રીજે દિવસે પણ આપી. ત્રીજે દિવસે એક પછી એક બાળક મીઠાઈ લઈને જવા માંડ્યું, એમ કરતાં કરતાં છેલ્લું એક બાળક આવ્યું. તેણે પણ મીઠાઈ લેવા હાથ લંબાવ્યો, રસોઈયાએ એનો હાથ પકડી તેના નાકે દવા સૂંઘાડી દીધી. બાળક તરત જ બેભાન થઈ ગયું. રસોઈયાએ મીઠાઈના ખાલી ટોપલામાં તેને નાંખી, ટોપલો માથે મૂકી, ત્યાંથી ચાલતી પકડી. ઝડપથી તે રાજમહેલમાં આવ્યો. રસોઈઘરની. નીચે ભોંયરું હતું, સીધો ભોંયરામાં પહોંચી ગયો... ટોપલો નીચે ઉતારી, છરીથી તરત એ કોમળ બાળકની હત્યા કરી નાંખી.
ધનનો લોભી મનુષ્ય કયું પાપ નથી આચરતો? રસોઈયાને રાજા તરફથી ને આનંદ તરફથી જેમ જેમ બક્ષિસો મળતી ગઈ તેમ તેમ એ બ્રાહ્મણનો લોભ વધતો ગયો, અને રાજા તથા આનંદની ક્રૂર વાસના પોષવા લાગ્યો. પાવ૬ ફૂલ જેવા બાળકની પણ હત્યા કરતાં તેનો જીવ કંપ્યું નહિ.
બસ, હવે આ પાપલીલા રસોઈયાને ફાવી ગઈ. રોજ તે એક બાળકને ઉઠાવી લાવવા માંડ્યો અને તેનું માંસ રાંધી સોદાસને ખવરાવવા લાગ્યો.
રોજ એક-એક બાળક ખોવાવા માંડવાથી નગરમાં હાહાકાર વર્તાઈ ગયો. રોજે-રોજ મંત્રીવર્ગ પાસે ફરિયાદ આવવા માંડી. મંત્રીવર્ગ પણ ચિંતાતુર બની ગયો. અયોધ્યાના મહાજનના અગ્રણીઓ મહામંત્રીને આવીને મળ્યા: “મહામંત્રીજી, ક્યારેય નહિ ને હમણાંથી રોજે-રોજ એક બાળક ખોવાય છે. તેની તત્કાળ તપાસ કરવી ઘટે છે ને બાળકને ઉઠાવી જનારને પકડવો જરૂરી છે.'
‘તમારી વાત તદ્દન વાજબી છે. હું પણ એ જ વિચારમાં છું. આજે જ મહારાજાને મળીને યોગ્ય વ્યવસ્થા કરું છું.” મહામંત્રીના આશ્વાસનથી મહાજન
For Private And Personal Use Only