________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
३४३ જરૂર લાગ્યો, પરંતુ રસભરપૂર માંસભક્ષણનો હવે ત્યાગ કરવાનો વિચાર ન આવ્યો. આનંદ સોદાસને આરામ કરવાનું કહી, ત્યાંથી પલાયન થઈ ગયો. - હવે આનંદનો માર્ગ સરળ બની ગયો. રાજમહેલમાં ખુલ્લેઆમ માંસની ટોપલીઓ આવવા માંડી. મંત્રીવર્ગમાં પણ ખબર પડી ગઈ. પરંતુ હવે પરિવર્તન થવું અશક્ય હતું. સોદાસ પણ હવે માઝા મૂકીને ખાવા માંડ્યો. એમ કરતાં કરતાં મહારાજા નઘુષની દીક્ષા તિથિ આવી લાગી. મંત્રીવર્ગે જિન-મંદિરોમાં અઠ્ઠાઈમહોત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. સારાય નગરમાં આઠ દિવસ માટે સંપૂર્ણ અહિંસા પાળવાનો આદેશ ફરમાવ્યો. મહારાજા સોદાસને માન્યા વગર ચાલે એમ ન હતું. તેણે કબૂલ તો કરી લીધું, પરંતુ તેનું મન માન્યું નહિ. દિનરાત જેને માંસભોજનની લત લાગી ગઈ હતી તે કેવી રીતે આઠ દિવસ સુધી માંસભક્ષણનો ત્યાગ કરી શકે? તેણે રસોઈયાને બોલાવ્યો અને છૂપી રીતે ગમે ત્યાંથી માંસ લઈ આવવા માટે કહ્યું. રસોઈયો આખા ગામમાં ફર્યો, દરેક કસાઈના ઘેર જઈ આવ્યો, પણ ક્યાંયથીય માંસ ન મળ્યું, કારણ કે મંત્રીવર્ગનો કડક આદેશ હતો. કોઈ પણ મનુષ્ય કોઈ પણ જીવની હિંસા કરી શકે એમ નહોતું. કસાઈઓએ પણ આઠ દિવસ માટે હિંસાનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. - રસોઈયો મૂંઝાયો. એક બાજુ રાજાની આજ્ઞા માંસ લાવવાની હતી. બીજી બાજુ ક્યાંયથી ય માંસ મળતું ન હતું. ભટકતો ભટક્તો તે અયોધ્યાની બહાર નીકળી ગયો. મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. તે થાકીને એક વૃક્ષની નીચે લમણે હાથ દઈ, ભાવિ ભયનો વિચાર કરતો બેઠો. થોડીક ક્ષણો વીતી, તેની દષ્ટિ સામેના ટેકરા પર પડી. ટેકરા પર સેંકડો ગીધ અને સમડીઓ ઊડી રહી હતી. રસોઈયો ત્યાંથી ઊઠ્યો. ધીમે પગલે તે ટેકરા પાસે પહોંચ્યો. તેની દૃષ્ટિમાં એક તાજું, મૃત બાળકનું કલેવર દેખાયું. ગીધડાંએ ચાંચો મારીમારીનો. ચૂંથી નાંખ્યું હતું. રસોઈયાએ ઝડપથી મનોમન નિર્ણય કરી, એ મૃત કલેવરને ત્યાંથી ઉઠાવ્યું. માંસની ખાસ ટપલીમાં તેને નાંખી, ઉપર વસ્ત્ર વીંટી તે ઝડપથી રાજમહેલમાં આવી પહોંચ્યો. કોઈને જરા પણ ગંધ ન આવે તે રીતે તેણે એ કલેવર પર સંસ્કાર કરી તેને પકાવ્યું. જેટલી પોતાની પાકકળા હતી, તે સર્વ કળાનો ઉપયોગ કરી તેણે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. પછી દોડ્યો રાજા સોદાસ પાસે. સોદાસ તો ક્યારનો ભૂખ્યો ડાંસ જેવો થઈને તરફડી રહ્યો હતો. રસોઈયાને આવતાં જ તે બેઠો થઈ ગયો, અને પૂછયું;
કેમ, મળી ગયું?' મહારાજાની કૃપાથી શું ન મળે?”
For Private And Personal Use Only