________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
સોદાસનું પતન આનંદ રસોઈયાને આખી યોજના સમજાવી દીધી. સાથે સાથે રસોઈયાનું ખીસું પણ સોનામહોરોથી ભરી દીધું. ધનનો લાલચુ મનુષ્ય ધનની ખાતર શું નથી કરતો? બીજા દિવસથી સોદાસના રસોડામાં છૂપી રીતે માંસ આવતું થઈ ગયું. રસોઈયો આનંદના માર્ગદર્શન મુજબ એવી અવનવી વાનગીઓ બનાવવા માંડ્યો કે સોદાસ હોંશે હોંશે ખાવા માંડ્યો. તેને એ ખબર ન પડી કે એ વાનગીઓ શાની બની રહી હતી. કેટલાય મહિના વીત્યા. એક દિવસ સોદાસ અને આનંદ ભોજન કરી રહ્યા હતા. સોદાસે કહ્યું:
આનંદ, છેલ્લા કેટલાક મહિનાથી રસોઈ સ્વાદિષ્ટ બની રહી છે, કે જે ખાવાનું વારંવાર મન થયા કરે છે!” સાંભળીને આનંદ માત્ર હસ્ય. સોદાસે રસોઈયા તરફ જોયું. રસોઈયો પણ આંનદ સામે જોઈને સ્મિત કરી રહ્યો હતો.
તમે બંને કેમ હસો છો? શું રહસ્ય છે!' કંઈ નહિ રાજન! તમારા આનંદથી અમને ખુશી થઈ રહી છે.' આનંદે કહ્યું. “ના, જે સાચી વાત હોય તે કહી દે તમે બંને કેમ હસ્યા?' રાજાએ આગ્રહ કર્યો.
હસવાનું કારણ આપને અવસરે સમજાઈ જશે, અત્યારે કહેવાય નહીં!” આનંદે વાત પર પડદો પાડ્યો.
સોદાસને ચેન ન પડ્યું. જમીને ઊઠ્યા પછી બંને મિત્રો આરામગૃહમાં ગયા. ત્યાં પુનઃ સોદાસે આનંદને એ વાત પૂછી. આનંદે કહ્યું: “રાજન, અભયદાન આપો તો કહું.' મિત્ર, તને અભયદાન જ છે, તું સુખેથી કહે.'
તમને જ્યારથી ભોજન અધિક સ્વાદિષ્ટ લાગ્યું છે, ત્યારથી ભોજનમાં પશુઓનું માંસ રાંધવામાં આવે છે.'
હું?' સોદાસના શરીરમાં કમકમી આવી ગઈ. “મારી એક જ ભાવના રહે છે કે મારા મિત્રને, મારા રાજાને જેમ બને તેમ પૌષ્ટિક ભોજન કરાવવું, એના જીવનને જેમ વિશેષ સુખ ઊપજે તેમ કરવું, તેથી મેં આ કામ કર્યું છે.'
આનંદ, તેં આ ઠીક ન કર્યું...”સીદાસ વિચારમાં પડી ગયો. મહિનાઓથી માંસ તેના પેટમાં જતું હતું. તેથી તેના વિચારો પર પણ ગંભીર અસરો પડી હતી, માતા સિંહિકાએ સિંચેલા સુસંસ્કારો સુકાઈ ગયા હતા. કુળની ખાનદાની. અને ઉત્તમતાને તે ભૂલી ગયો હતો. આનંદે રહસ્યફોટ કર્યો, તેથી તેને આંચકો
For Private And Personal Use Only