________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૪૧
આનંદને હવે માંસનો રસાસ્વાદ કરવાની વાસના જાગી, પરંતુ તેણે વિચાર્યું કે જો સોદાસને પહેલેથી જાણ કરી દઈશ તો તે જરાય માનશે નહિ. બલકે મારા પ્રત્યે પણ ઘૃણા કરશે, એના બદલે શરૂઆતમાં અન્નની ભેગું જ થોડું માંસ તેને ખવરાવીને રસિયો બનાવી દઉં! પછી તે એ પોતે જ માંગતો થઈ જશે! મારે પણ પછી લીલાલહેર' કેવો દુષ્ટ મિત્ર? સોદાસ આનંદ પર વિશ્વાસ રાખી તેની દુષ્ટતાનો ભોગ બની રહ્યો હતો.
આનંદ રાત્રીના સમયે બહાર નીકળ્યો. લપાતો છુપાતો તે કસાઈને ઘેર પહોંચ્યો. પોતાના ઘેર પુરોહિતપુત્રને અને મહારાજાના ખાસ મિત્રને આવેલો જોઈ કસાઈને પણ આશ્ચર્ય થયું.
‘મહાકાલ, તારે એક કામ કરવાનું છે.'
‘કહો મહારાજ, તમારું કામ કરવા સેવક તૈયાર જ છે.' મહાકાલે હાથ જોડી આનંદને હ્યું.
'કામ તારે ગુપ્ત રાખવાનું છે. જો કોઈને પણ ખબર પડી...’ ‘મહારાજ, આપ નિશ્ચિંત રહો, કામ મારા શિરના સાટે કરીશ.’ ‘બસ બસ! મહાકાલ, તો તને હું થોડા દિવસમાં માલામાલ કરી દઈશ!' આનંદ હર્ષથી નાચી ઊઠ્યો. તેણે મહાકાલને રોજ તાજું માંસ પોતાને છૂપી જગાએ પહોંચાડવા કહ્યું. મહાકાલે વાત મંજૂર કરી. મહાકાલના હાથમાં પાંચ સોનામહોરો મૂકી આનંદ ત્યાંથી રવાના થયો. મહાકાલ બ્રાહ્મણપુત્રને જતો જોઈ રહ્યો...એનું હૃદય બોલી ઊઠ્યું, ‘વાહ રે બ્રાહ્મણપુત્ર!'
આનંદ ત્યાંથી સીધો પોતાના નિવાસસ્થાને પહોંચ્યો અને માંસભક્ષણની મધુર કલ્પના કરતો નિદ્રાધીન થયો. બીજે દિવસે સવારે રાજમહેલમાં પહોંચ્યો. રસોઈયાને ખાનગીમાં બોલાવ્યો અને કહ્યું:
‘જો તારે અહીં રહેવું હોય અને સુખી બનવું હોય તો હું કહું તેમ કર...' ‘મહારાજ, આપના કહ્યા મુજબ જ હું કરું છું. સેવકની કંઈ ભૂલ થઈ હોય તો જણાવવા કૃપા કરો.’
‘તારી ભૂલ નથી થઈ, પરંતુ હવે તારે એક મહત્ત્વનું કામ કરવાનું છે.’ ‘ફરમાવો.’
‘કામ ખૂબ ગુપ્ત રાખવાનું છે.’ વિશ્વાસ રાખો, ગુપ્ત રહેશે.’
For Private And Personal Use Only