________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૩૯ જ “અભક્ષ્ય... અભક્ષ્ય...”નો સિદ્ધાંત કહે છે! હવે ક્યાં ગયો એ સિદ્ધાંત?”
ત્યારે સોદાસ પણ તેને સંભળાવી દેતો: આનંદ, હું કંદમૂળ ખાવા લાગ્યો, એનો અર્થ એમ ન સમજીશ કે કંદમૂળ અભક્ષ્ય નથી, એ ખાવામાં પાપ નથી. કંદમૂળ ખાવામાં પાપ જ છે એવી મારી માન્યતા અપરિવર્તનશીલ જ છે. મારી નબળાઈ છે કે હું એના સ્વાદને છોડી શકતો નથી.” આનંદ હસી પડતો અને વાતને ઉડાવી દેતો.
આનંદે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવરાવી સોદાસને ખવરાવવા માંડી કે જે વાનગીઓ રાજમહેલમાં બનતી નહોતી. સિંહિકા જેવી સદાચારી અને ધાર્મિક સન્નારીના રસોઈઘરમાં અભક્ષ્ય વાનગીઓ બને જ ક્યાંથી!
એવી એવી ચીજો આનંદ સોદાસને ખવરાવતો કે સોદાસને ખબર ન પડતી કે એ વાનગી શાની બનેલી છે! ખાધા પછી આનંદ સોદાસને કહેતો કે આ વાનગી આની આની બનેલી હતી. આનંદે સોદાસનો વિશ્વાસ પૂરેપૂરો સંપાદન કરી લીધો.
બીજી બાજુ સોદાસ સિંહિકાથી ધીરે ધીરે અળગો થવા લાગ્યો. સિંહિકા સોદાસ અંગે ચિંતાતુર રહેવા લાગી.
૦
૦
૦
For Private And Personal Use Only