________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭.
જૈન રામાયણ “સીદાસ, આપણે ઘણા દૂર આવી ગયા છીએ!” “હા, ઘેર પહોંચતાં મોડું થઈ જશે.' “મને તો ભૂખ લાગી! “તો શું મને નથી લાગી?
અહીં કંઈ ખાવાનું મળી જાય તો તપાસ કરીએ, આનંદ ઘોડા પરથી નીચે ઊતર્યો. એક વૃક્ષ નીચે સોદાસ બંને અશ્વોને સાચવતો ઊભો રહ્યો. આનંદ આજુબાજુ તપાસ કરવા નીકળ્યો. પા-અડધા કલાકમાં આનંદ આવી પહોંચ્યો.
મિત્ર, બધી તૈયારી થઈ ગઈ છે. અહીંથી થોડેક દૂર એક ખેડૂતની ઝુંપડી છે, ત્યાં આપણે જવાનું છે. બંને જણા અશ્વો પર બેસી પાંચ-દસ મિનિટમાં જ ત્યાં પહોંચી ગયા. ખેડૂતે બંને મિત્રોનું સ્વાગત કર્યું. સોદાસને જોઈ તને ખૂબ આનંદ થયો.
‘કુમાર, રસોઈ તૈયાર છે; આપ પધારો...' બંનેના માટે માટીના ભાજનમાં ભોજન પીરસવામાં આવ્યું. ‘ભાઈ, આ શાક શાનું છે?' સોદાસે ખેડૂતને પૂછ્યું. “કુમાર, આ જમીનકંદનું
કંદમૂળ? મારાથી નહિ ખવાય.' તેણે ભોજન દૂર મૂકી દીધું. ખેડૂત તો મૌન રહ્યો, કારણ કે આનંદે જ તેને બનાવવાનું કહ્યું હતું.
“સદાસ, અહીં જંગલમાં તો કંદમૂળ સિવાય શું મળે? ક્યાં રોજ ખાવાનું છે? આ તો જ્યારે બીજું કંઈ ન મળે તો...' ‘પણ કંદમૂળ કેમ ખવાય? હું ચલાવી લઈશ.” મને તારો આ આગ્રહ પસંદ નથી. તારે ન ખાવું હોય તો હું પણ નહિ ખાઉ.' આનંદ, તું મને શા માટે આગ્રહ કરે છે?” “એ માટે કે તું કોઈપણ પૌષ્ટિક ભોજન કરતી નથી. જ્યાં કોઈ શક્તિપોષક ભોજન સામે આવે છે ત્યારે તું એને “અભય” કહીને લેતો નથી. તેથી જો તારું શરીર પણ ક્યાં શક્તિશાળી દેખાય છે?'
તું જાણે છે કે માતાજીને આ પસંદ નથી?’
પણ અહીં ક્યાં માતાજી જોવા આવવાનાં છે? મહેલમાં તને ખાવાનો હું આગ્રહ ક્યાં કરું છું?” આનંદનું દિલ દુભાતું જોઈ સોદાસ વિચારમાં પડી ગયો. તેને આનંદ પર ખૂબ નેહ હતો,
For Private And Personal Use Only