________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૩૫
‘આજે મને સત્ય સમજાયું કે દક્ષિણાપથના દુર્ઘર્ષ રાજાઓને પણ ભગાડી મૂક્યા તે તમારા સતીત્વનો જ અદ્ભુત પ્રભાવ હતો. મેં અવળી કલ્પના કરી પાપ બાંધ્યાં.’ નઘુષના સ્વરમાં દર્દ ઊભરાયું.
‘નાથ, વિષાદ ન કરો, જે બનવા કાળ હોય છે તેને કોણ મિથ્યા કરી શકે છે?’ નષના ચહેરા પર થાક વરતાવા લાગ્યો, સિંહિકાએ તેને આરામ કરવા વિનંતી કરી. નષે ત્યાં જ આરામ લીધો. સિંહિકા પરિચર્યા કરતી ત્યાં જ બેઠી રહી. બે-ત્રણ ઘડી આરામ કરી નઘુષ સિંહિકાને લઈ પોતાના મહેલમાં આવ્યો. સારાય રાજ્યપરિવારમાં પુનઃ આનંદ કિલ્લોલ વર્તાઈ ગયો.
સમય અસ્ખલિત ગતિથી ચાલ્યો જ જાય છે. કાળક્રમે સિંહિકાએ એક પુત્રને જન્મ આપ્યો.
જન્મનો મહોત્સવ મંડાયો. અયોધ્યાના રાજ્યનો ભાવિ વારસદાર હજારો નગરજનોના અભિનંદનને પાત્ર બન્યો. નયના હૃદયમાં પણ આનંદ થયો. સિંહિકાએ પુત્રના કાનમાં શ્રી નવકારમંત્રના શાશ્વત અક્ષરો નાંખ્યા. નાંખતી જ રહી.
નષે પુત્રના ભાવિ સંસ્કરણ-શિક્ષણ માટે સારા સારા કલાગુરૂઓને પસંદ કરીને રોકી લીધા. પરંતુ સૌથી મોટો ગુરૂ તો સિંહિકા જ હતી. જે બાળકની ગુરૂ માતા નહિ, જે બાળકનું ઘડતર કરનાર શિલ્પી માતા નહિ તે બાળકનું જીવન ઘડાયા વિનાના પથ્થર જેવું બની જાય છે.
માત્ર બાળકને જન્મ આપવાથી માતાનું કર્તવ્ય પૂર્ણ થતું નથી. માત્ર બાળકના ખાવાપીવાના કે પહેરવા-ઓઢવાના ખ્યાલ રાખવાથી કર્તવ્ય અદા થતું નથી. બાળક અભક્ષ્ય ન ખાઈ લે.
બાળક અપેયનું પાન ન કરી લે,
બાળક તેના કુળને-સમાજને ઉચિત પહેરવેશ પહેરે.
બાળકને ન જોવા જેવાં દૃશ્યો જોવાની આદત ન પડી જાય. બાળક ન કરવા જેવા મિત્રોની સોબત ન કરી બેસે. બાળક માતા-પિતાનો પૂજક-વિનીત બન્યો રહે. બાળકના હૃદયમાં પરમાત્મા પર પ્રેમ વધતો રહે, બાળકના હૃદયમાં સદ્ગુરૂ પ્રત્યે સદ્ભાવ બન્યો રહે. બાળક સ્વાર્થી ન બની જાય.
For Private And Personal Use Only