________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૪
સતીત્વની પ્રતીતિ
સિંહિકાના ચિત્તમાં પણ પ્રસન્નતા પથરાઈ. જો કે એના ચિત્તમાં બીજી કોઈ વાતની વ્યગ્રતા ન હતી. શાની હોય? જે આત્મા પરમાત્માની સાક્ષીએઆત્મસાક્ષીએ વિશુદ્ધ હોય, તેને વ્યગ્રતા શાની? કર્મોના વિવિધ ઉદયોમાં આંતરવિશુદ્ધ આત્મા સદૈવ પ્રસન્ન રહે છે. હા, સિંહિકાને એક વાત જરૂર સાલતી હતી. નયના હૃદયની અશાંતિ, સંતાપ! પોતાના નિમિત્તે પતિને સંતાપ થયો હતો, તેને નિવારવાના પ્રસંગની તે રાહ જોઈ રહી હતી અને પ્રસંગ મળી ગયો. નખના હૃદયમાંથી શોક-સંતાપ દૂર થઈ ગયો, એટલું જ નહિ પરંતુ હર્ષ-આનંદ સ્થાપિત પણ થઈ ગયો. સિંહિકાને હવે કોઈ વાતે દુઃખ ન રહ્યું. તે પરમાત્મભક્તિમાં લીન બની ગઈ.
‘દેવી, મહારાજા અહીં પધાર્યા છે...' નયના દોડતી આવી અને સિંહિકાને
સમાચાર આપ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ચાલ આવી...’ સિંહિકાએ પૂજનવિધિ પૂર્ણ કરી લીધી અને પોતાના મહેલમાં પહોંચી.
નષ દીવાનખાનામાં આવી ગયો હતો. સિંહિકાએ પ્રવેશ કર્યો, નઘુષને બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કર્યા.
‘આપની તબિયત હજુ સારી નથી... અને આપે અહીં સુધી આવવાનો શ્રમ લીધો. હું જ ત્યાં આવી જાત...' સિંહિકાએ માંદગીમાં લેવાઈ ગયેલા નઘુષના દેહ સામે જોઈ કહ્યું.
‘હવે મારી તબિયત બિલકુલ સારી છે, મને જરાય શ્રમ લાગ્યો નથી.’ નષે સિંહિકાને બેસવાનો ઇશારો કરતાં કહ્યું. સિંહિકા ઉચિત આસને બેસી ગઈ.
‘રોગ ચાલ્યો ગયો પરંતુ અશક્ત અને નબળાઈ તો હજુ વર્તાય છે, નાથ!' ‘શરીર નબળું હશે... મન હવે તંદુરસ્ત બની ગયું છે!’
‘દેવગુરુની કૃપાથી.’
‘તમારા માટે દેવગુરુની કૃપા, મારા માટે તો સિંહિકાની કૃપા...'
‘ના... નાથ, જરાય નહિ. હું તો આપનાં ચરણની રજ છું. આપ એવું ન બોલશો...' સિંહિકાના મુખ પર ગંભીરતા વ્યાપી ગઈ.
‘ખરેખર, તમારા સહવાસમાં વર્ષો વીતવા છતાં તમારા સતીત્વને હું પારખી ન શક્યો, મેં તમારા પ્રત્યે અન્યાય કર્યો.'
‘આપે જરાય અન્યાય કર્યો નથી, મારાં કર્મ રૂઠે ત્યાં આપ પણ શું કરી શકો? પરંતુ જે થયું તે સારા માટે જ થયું!'
For Private And Personal Use Only