________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
સતીત્વની પ્રતીતિ
વૈદ્યોએ શરીર તપાસ્યું. તેઓ દંગ થઈ ગયા! શરીરમાંથી જ્વર દૂર થઈ ગયો હતો. સૌનાં મુખ ૫૨ હર્ષ છવાઈ ગયો : નયના તો નાચી ઊઠી. તે બહાર દોડી ગઈ. બહાર નગરના સેંકડો લોકો મહારાજાની ગંભીર બીમારીથી ગમગીન બનીને ઊભા હતા. નયનાએ સૌને શુભ સમાચાર આપ્યા. ત્યાં તો મહામંત્રી
પણ બહાર આવ્યા;
‘ભાઈઓ! મહારાજા જ્વરમુક્ત બન્યા છે. આનંદ પામો, મહાસતી સિંહિકાના સતીત્વે મહારાજાને જ્વરમુક્ત કર્યા છે.’
‘મહારાજા નઘુષનો જય હો! મહાસતી સિંહિકા દેવીનો જય હો!' નગરજનોએ હર્ષોત્સવ મનાવ્યો.
મહામંત્રી અને સારોય રાજપરિવાર સિંહિકાનાં ચરણોમાં પડી ગયો.
ખરેખર દેવી, આપે અયોધ્યાના રાજ્યકુળની કીર્તિ પર કળશ ચડાવી દીધો! ક્ષમા કરો, અમારા ચિત્તમાં પણ આપના માટે...'
તમારો કોઈનોય એમાં દોષ નથી. મારાં અશુભ કર્મોના ઉદયે જ આ પરિસ્થિતિ સર્જી હતી. ૫રમેષ્ઠી ભગવંતોની કૃપાથી બધું સારું થતું આવ્યું છે.’ ‘નયના, ચાલો આપણે આપણા સ્થાને.' સિંહિકા પોતાના મહેલમાં જવા તૈયાર થઈ.
‘મહાસતી, હવે આપ અહીં જ રહો... ત્યાં શા માટે?' મહામંત્રી બોલ્યા, ‘મહારાજાની આજ્ઞા થશે તો મને અહીં આવતાં થોડી જ વાર લાગવાની છે? હાલ તો પૂજનનો સમય થઈ ગયો છે.’
નયનાને લઈ સિંહિકા ચાલી ગઈ.
પૂરા ચાર પ્રહર વીતી ગયા. નહુષ નિદ્રામાંથી જાગ્રત થયો. આજુબાજુ તેણે દૃષ્ટિ ક૨ી, મંત્રીવર્ગ અને પરિચારકોને જોયાં. મુખ પર આનંદ તરવરી રહ્યો હતો. મહામંત્રી નથુત્રની પાસે આવ્યા.
‘કોઈ પીડાનો અનુભવ થાય છે, કૃપાનાથ?'
'ના બિલકુલ સ્વસ્થતા છે.' નઘુષ મહામંત્રીની સામે જોઈ રહ્યો અને ગંભીર વિચારમાં પડી ગયો. મહામંત્રીએ ઇશારો કર્યો અને સહુ ખંડ છોડીને ચાલ્યા ગયા. મહાદેવીને હવે બોલાવી લેવાં જોઈએ.' મહામંત્રીએ પ્રસ્તાવ મૂક્યો.
‘સાચી વાત છે. મારા હાથે મોટો અપરાધ થઈ ગયો છે,’ નઘુષને પોતાની ભૂલ સમજાઈ.
For Private And Personal Use Only