________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5 39. સતીત્વની પ્રતીતિ
‘તેને મારી સામે ન લાવશો, મારે એનું મુખ પણ નથી જોવું.' ‘એક વાર આવવાની રજા આપો, મહારાજા.’
‘પણ મારે એનું કામ નથી.’
એમની તીવ્ર ઇચ્છા છે, એક વાર...'
‘મહામંત્રીએ નષ્ટની પાસે સિંહિકાને આવવા દેવા માટે પ્રાર્થના કરી. નખ દાહની ભયંકર પીડામાં રીબાઈ રહ્યો હતો. તેના હૃદયમાં સિંહિકા પ્રત્યે તીવ્ર રોષ ઊછળી રહ્યો હતો. તેણે સિંહિકાને પોતાની પાસે આવવા દેવાની ના પાડી દીધી... પરંતુ મહામંત્રીએ વિશેષ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું :
‘તમારે એને લાવવી હોય તો લાવો, હું મારી આંખો બંધ કરીને પડ્યો રહીશ.’ નઘુષ પોતાની આંખો બંધ કરી ભીંત સામે પડખું ફેરવી પડ્યો રહ્યો.
મહામંત્રીએ નયનાને ઇશારો કરી દીધો, નયના તરત જ બહાર ગઈ અને સિંહિકાને લઈ આવી ગઈ. મહામંત્રીની જમણી આંખ સ્ફુરાયમાન થવા લાગી. વૈદ્યોના નિરાશ બની ગયેલા હૃદયમાં જાણે આશાનો સંચાર થવા લાગ્યો. સિંહિકા આવીને નઘુષના મસ્તકના ભાગ આગળ ઊભી રહી ગઈ.
‘નયના, એક પાત્રમાં પાણી લાવ.'
નયનાએ તરત જ સુવર્ણના પાત્રમાં પાણી હાજર કર્યું, સિંહિકાએ આંખો બંધ કરી. હાથ જોડી તેણે પ્રાર્થના શરૂ કરી.
‘હું અરિહંત પરમાત્માની સાક્ષીએ, સિદ્ધ ભગવંતોની સાક્ષીએ, સ્વર્ગલોકના દેવોની સાક્ષીએ અને મારા આત્માની સાક્ષીએ, કહું છું કે મારું શીલ અખંડિત છે. મારા નાથ સિવાય કોઈ પણ પુરૂષને મારા હૈયામાં સ્થાન મળ્યું નથી. મેં કોઈનીય સામે રાગદષ્ટિથી જોયું નથી. જો મારું સતીત્વ અખંડિત હોય તો મારા નાથનો જ્વર દૂર થઈ જાઓ.’
સુવર્ણના પાત્રમાંથી સિંહિકાએ નષના દેહ પર જલનો છંટકાવ કર્યો. સૌ સ્તબ્ધ બનીને ક્ષણમાં નથુષ સામે તો ક્ષણમાં સિંહિકાની સામે જોઈ રહ્યાં. પરિણામ જોવાની આશામાં સૌના જીવ ઊંચા થઈ ગયા.
ક્ષણ, બે ક્ષણ, ચાર ક્ષણ વીતી અને નઘુષની આંખો ઘેરાવા લાગી. તેના મુખ પરથી ઉદ્વેગ, અશાંતિ અને પીડા દૂર થવા લાગ્યાં. તેને મીઠી નિદ્રા આવી ગઈ.
For Private And Personal Use Only