________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન રામાયણ
૩૨૯
ઊભરાવા લાગ્યાં, પરંતુ સત્તા આગળ શાણપણ શા કામનું? છતાંય નગરના આગેવાન નાગરિકો મહામંત્રીને મળ્યા.
‘આપે કોઈ પણ પ્રયત્ન કર્યો નહિ? શું આપને પણ મહાદેવી પર અવિશ્વાસ છે?'
‘આ એક એવો પ્રશ્ન છે, કે જ્યાં સુધી મહારાજાના હૃદયને મહાદેવીના સતીત્વ વિશે પ્રતીતિ ન થાય ત્યાં સુધી આપણો કોઈ પ્રયત્ન સફળ નહિ થાય.’ મહામંત્રીએ આગેવાનોની સમક્ષ વાત કહી.
‘પરંતુ આપ મહારાજાને ન સમજાવી શકો કે મહાદેવી સંપૂર્ણ નિર્દોષ છે?’ ‘સમજાવવાનું દલીલોથી-તર્કથી... બુદ્ધિથી હોય છે; જ્યારે બીજાના હૃદયનું ખરેખરું પરિવર્તન તર્ક કે દલીલથી ફરી શકાતું નથી. હા, તેને નિરુત્તર કરી શકાય છે.’
‘પ્રજામાં ઘણો જ અસંતોષ વ્યાપેલો છે. દરેકને મહાદેવી પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને બહુમાન છે. જે મહાદેવીએ સારા રાજ્યને શત્રુના હાથમાં જતું બચાવી લીધું, તેમની કદરદાની એમનો ત્યાગ કરીને મહારાજાએ કરી.' એક યુવાન નાગરિક આગેવાન જરા રોષયુક્ત બની બોલ્યો.
‘જુઓ ભાઈ, મહાદેવીએ જ મહાન કાર્ય કર્યું છે, તેની કદર તો અયોધ્યાના સમગ્ર રાજ્યે કરી છે... મહારાજા પણ એક દિવસ સત્ય સમજશે. જ્યારે તે સ્વયં સમજીને કદર કરશે ત્યારે અપૂર્વ હશે. આપણે થોડી ધીરજ ધરવી જોઈએ.' મહામંત્રીએ પ્રેમપૂર્વક વાત સમજાવી. આગેવાનોને પણ મહામંત્રીની વાત ઠીક લાગી. તેઓ ચાલ્યા ગયા.
દિવસો વીતવા લાગ્યા. મહિનાઓ પસાર થવા લાગ્યા. નષ વ્યાકુળતામાં દિવસો પસાર કરે છે.
નઘુષનો આંતરિક સંતાપ વિશેષ પ્રજ્વલિત થતો ગયો. તેણે રાજસભામાં પણ જવાનું છોડી દીધું. મંત્રીવર્ગને મળવાનું પણ ત્યજી દીધું. તે રાત ને દિવસ પોતાના શયનખંડમાં રહેવા લાગ્યો.
આંતરિક સંતાપની અસર તેના શરીર પર થવા લાગી. શરીરમાં અસ્વસ્થતા વધવા લાગી. ધીરેધીરે શરીરમાં દાહ થવા લાગ્યો. વૈદ્યોએ ઉપચાર શરૂ કર્યા. પરંતુ જેમ જેમ ઉપચારો થતા ગયા તેમ તેમ દાહ ઘટવાને બદલે વધતો ચાલ્યો. મંત્રીવર્ગમાં ચિંતા ફેલાવા લાગી. દૂરદૂરથી સારા વૈદ્યો બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈ સુધારો ન થયો.
For Private And Personal Use Only