________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૨૭. આર્ય સ્ત્રીનું જીવન માત્ર જગતનાં વિષય સુખો ભોગવવા માટે જ નથી. વિષયસુખોમાં જ ઇતિકર્તવ્યતા સમજનારી નારી આર્ય ન હોઈ શકે, જગતનાં સુખ-દુઃખ પોતાના પ્રારબ્ધ અનુસાર મળે છે, એ શ્રદ્ધા અવિચલ રાખીને આર્યનારી સુખમાં નમ્ર અને દુઃખમાં ધર્યને ધારણ કરનારી બનતી હતી.
આજની નારી દુઃખને દૂર કરવા માટે દુનિયાના બજારમાં જાય છે, કે જ્યાં શીલ-સદાચારને વેચીને તે સુખ ભોગવે છે!
સિંહિકા પોતાના શયનખંડમાં જઈ પહોંચી. નયના રાહ જોઈને જાગતી જ. બેઠી હતી.
ઘણી વાર લાગી મહાદેવી,” પૂછતાં તો પૂછી નાખ્યું પણ નયનાએ જોયું, ને તે ચોંકી ઊઠી. સિંહિકાના મુખ પર આંસુનાં બિંદુઓ હજુ સુકાયાં ન હતાં. આંખોની વેદના હજુ તેવી જ વરતાઈ રહી હતી.
તું હજુ સૂઈ ગઈ નથી?' નયનાની સામે એક દૃષ્ટિ કરી, સિંહિકા પોતાના પલંગમાં આડી થઈ. નયના સિંહિકાના ઓશીકે બેસી ગઈ અને પોતાની પ્રિય રાણીના દુઃખમાં સહભાગી બનવા તેને પૂછ્યું :
શું થયું. દેવી?” ભાગ્યનો ખેલ!' “તો પણ....' “કાલથી આપણે જુદા મહેલમાં રહેવા જવાનું...” “? કેમ?' નયના ઊભી થઈ ગઈ. તેને કંઈ સૂઝ ન પડી.
કહ્યું તો ખરું, ભાગ્યનો ખેલ છે...' ફિક્કુ હસવાનો પ્રયત્ન કરતાં સિંહિકા બોલી.
“ના, મહાદેવી, જે હોય તે સ્પષ્ટ કહો.” સિંહિકા પલંગમાં બેઠી થઈ ગઈ. તે નયનાની સામે જોઈ રહી. હજુ નયનાની ડાબી આંખ પરનો પાટો છૂટ્યો ન હતો.
શું થયું દેવી? કેમ જુદા મહેલમાં જવાનું? આ મહેલ પણ આપનો જ છે.” ના, આ મહેલ અયોધ્યાના મહારાજાનો છે.” આપનો પણ...” ‘હતો, આજે નથી.”
For Private And Personal Use Only