________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩)
કદરદાની. સિંહિકાને તો અત્યાર સુધી કોઈ સમાચાર જ નહોતા મળ્યા, કારણ કે એણો બહારનો સંપર્ક બિલકુલ તોડી નાંખ્યો હતો અને પરમાત્માનો સંપર્ક ગાઢ બનાવી લીધો હતો. પરંતુ એક વાર નયના કોઈ પ્રયોજનથી બહાર ગયેલી, તે સમાચાર લાવી, સાંભળીને સિંહિકાએ નયના દ્વારા પાકા સમાચાર મંગાવ્યા. નયના મહેલમાં પહોંચી ગઈ. સમગ્ર હકીકત જાણી લઈને પાછી આવી ગઈ.
“દેવી, મહારાજાની હાલત ચિંતાજનક બનતી જાય છે. કોઈ પણ દવા કારગત નીવડતી નથી. શરીરમાં દાહ જોર પકડતો જાય છે. સમગ્ર રાજકુલ ચિંતાતુર બની ગયું છે.'
સિંહિકા સાંભળી રહી. તેણે આંખો બંધ કરી પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કર્યું. તેણે વિચાર્યું. “શું મારે આ પ્રસંગે ન જવું જોઈએ? અવશ્ય જવું જોઈએ. પરંતુ મને જોઈને એમના ચિત્તને વધુ ફલેશ તો નહિ થાય ને? ના.. ના થાય.... વળી આ પ્રસંગે તેમના ચિત્તનું સમાધાન કરવાનો પણ અવસર છે.” - નયના, મારાં વસ્ત્રો લાવ. આપણે મહારાજા પાસે જવું છે.”
પણ..' ચિંતા ન કર. તું વસ્ત્રો આપીને મહામંત્રીને મારા ત્યાં આવવાના સમાચાર આપ.”
૦
૦
૦
For Private And Personal Use Only