________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પરંતુ મહાદેવીના હૃદયમાં તો આપના પ્રત્યે બહુમાન જ છે. ખરેખર મહાદેવીના સતીત્વનો ગજબ પ્રભાવ છે!'
મને તો લાગે છે કે એના સતીત્વના પ્રભાવથી જ દક્ષિણાપથના રાજાઓ ભાગી ગયા...” નઘુષની દૃષ્ટિ ખૂલી.
જો મહાદેવી એ વખતે મહેલમાં બેસી રહ્યાં હોત તો આજે અયોધ્યા પર જરૂર દક્ષિણાપથના રાજાનું રાજ્ય હોત. મહામંત્રીએ સિંહિકાની રાજ સમક્ષ આજે પ્રશસા કરી!
ગજબ સાહસ કર્યું.' નઘુષે સિંહિકાના પરાક્રમને બિરદાવ્યું. જેની પાસે સતીત્વની અનંત શક્તિ હોય તેના સાહસનું પૂછવું જ શું!' “પ્રજાએ પણ કેવો અદ્ભુત સાથ આપ્યો!'
મહાદેવીના એક આદેશ પર પચ્ચીસ હજાર નવયુવાનો તૈયાર થઈ ગયા. તેમાં મહાદેવનું સતીત્વનું જ તેજ ચમત્કાર કરી ગયું!' નઘુષ મૌન રહી ગયો. તેના મુખ પર ગ્લાનિ થઈ આવી.
મહામંત્રી, ખરે જ મારા હાથે મોટો ગુનો થઈ ગયો છે. નિરપરાધી મહાસતી પર મેં કલંક મૂક્યું. મેં ઘોર પાપ ઉપામ્યું છે.'
રાજન, એ પાપનો તો ઉદય પણ આવી ગયો અને ખપી ગયું. માટે હવે ચિંતા ન કરો. હવે તો મહાદેવીને અહીં બોલાવી લેવાં.'
મહામંત્રીએ વિનંતી કરી.
વિલંબ નહિ થાય...' નઘુષના મુખ પર પ્રસન્નતા પથરાઈ ગઈ. તે મહામંત્રીના સામે જોઈ હસી પડ્યો. મહામંત્રીનું હૃદય પણ આનંદિત બની ગયું. ત્યાં તો પરિચારિકા આવી, મહારાજાને સ્નાનવિધિ માટે પ્રાર્થના કરી ગઈ. મહામંત્રી વિદાય થયા. નઘુષ સ્નાનાગારમાં પ્રવેશ્યો.
અયોધ્યાનાં નરનારીઓની લાખો જબાનો પર સિંહિકાના સતીત્વની ગુણગાથા ગવાવા લાગી. થોડાક સમય પહેલાં તો સિંહિકાના અપૂર્વ પરાક્રમને જોવાનો અને અભિનંદવાનો અણમોલ અવસર મળી ગયો હતો. હજુ એ અવસર ભુલાયો ન હતો ત્યાં સિંહિકાના સતીત્વનો ચમત્કાર જોવા મળી ગયો, તેથી અયોધ્યાનાં નરનારીઓનાં હૃદયમાં હર્ષ-સાગરે પૂર્ણિમાના પર્યાધિની સ્પર્ધા કરવા માંડી. માત્ર અયોધ્યામાં જ નહિ, અનેક મહાન નગરોમાં સિંહિકાનું નામ મહાન ગૌરવ સાથે લેવાવા લાગ્યું.
For Private And Personal Use Only