________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
1 કદરદાની! એટલે શું મહારાજાએ...' આજ્ઞા કરી છે...” કારણ?' હું યુદ્ધમાં ગઈ. પરપુરૂષોની વચ્ચે ગઈ, તે તેમને ન ગમ્યું...”
જો તમે યુદ્ધમાં ન આવત તો આજે આપણે કે મહારાજા કોઈ અયોધ્યામાં ન હોત... કોઈ જંગલમાં.. કોઈ ઝાડ નીચે આળોટતા હોત..'
સિંહિકા મૌન રહી. ‘ન ગમ્યું, તેની આટલી મોટી સજા? આપનો ત્યાગ?”
તેમને મારા સતીત્વમાં શંકા છે કારણ કે મેં પરપુરુષોની સાથે અને પરરાજાઓની સામે યુદ્ધ કર્યું.' દેવી, આ તો ઘોર અન્યાય થઈ રહ્યો છે.” એ જ તો ભાગ્યનો ખેલ છે, નયના!” બંને મૌન થઈ ગયાં. નયનાના હૃદયમાં નઘુષ પ્રત્યે રોષ ઊભરાયો, પરંતુ તે શું કરી શકે એમ હતી? કારણ કે તે દાસી હતી. સહ્યાદ્રિ જેવા પરાક્રમી રાજાને હંફાવનારી નયના નઘુષની સામે લાચાર હતી.
નયના, ચિંતા ન કર. જીવનમાં આવા પ્રસંગની પણ જરૂર હોય છે. આપણે બાહ્યશત્રુઓ સામે તો યુદ્ધ કરીને તેમને ભગાડી મૂક્યા. હવે આંતરશત્રુઓ સામે યુદ્ધ કરવાનો પ્રસંગ ઊભો થયો છે, તેમાં પણ દીનતા ત્યજી દઈને મહાન વૈર્ય ધારણ કરી આગળ વધવું જોઈએ. મહારાજાએ આપણને સારી તક આપી.”
નયના તો સાંભળતી જ રહી. સિંહિકાની તત્ત્વજ્ઞાનભરી વાત સાંભળી તેને આશ્ચર્ય થયું. જેવી વીરતા દક્ષિણાપથના રાજાઓ સામે જોવા મળી હતી તેનાથી પણ અધિક વીરતા-ધીરતા નયનાને આજે જોવા મળી.
બીજે દિવસે પ્રભાતે સિંહિકાએ નયનાની સાથે નઘુષના મહેલનો ત્યાગ કર્યો અને બીજા મહેલમાં જઈને રહી. સારાય રાજમહાલયમાં છૂપો કોલાહલ મચી ગયો.
જુદા મહેલમાં જઈ સિંહિકાએ શ્રી અરિહંત ભગવંતની ભક્તિમાં પોતાના ચિત્તને પરોવ્યું. જ્યારે પૂજન-ભક્તિમાંથી નિવૃત્ત થતી ત્યારે નયનાની સાથે તત્ત્વવિચારણા કરતી અને એ રીતે ધર્મધ્યાનમાં દિન-રાત પસાર કરવા લાગી.
નગરમાં પણ વાત ફેલાઈ ગઈ. પ્રજાજનોનાં હૃદય સિંહિકા પ્રત્યે સહાનુભૂતિથી
For Private And Personal Use Only