________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
કદરદાની!
જો કે સિંહિકાએ શીલનો મહાયોગ સિદ્ધ કરેલો હતો. છતાં ક્રોધ-માનમાયા-લોભનો સર્વથા ક્ષય નહોતો થઈ ગયો, છતાં તેણે પોતાના મનને મનાવવા પ્રયત્ન કર્યો:
‘જ્યારે જીવના પાપનો ઉદય આવે છે ત્યારે તેને એવાં દુ:ખો સહેવાં પડે છે કે જે કલ્પનામાં ન હોય. મારા દુર્ભાગ્યનો ઉદય છે, એમનો કોઈ દોષ નથી. જ્યાં સુધી મારા દુર્ભાગ્યનો ઉદય રહેશે ત્યાં સુધી તેમને મારા પ્રત્યે દુર્ભાવ રહેવાનો, ખોટી કલ્પનાઓ રહેવાની, પરંતુ દુર્ભાગ્ય પછી સદ્ભાગ્યનો પણ ઉદય આવે છે. માટે જીવ, તું ધીરજ રાખ, પાપના ઉદયમાં વિશેષતઃ ૫૨માત્માના ધ્યાનમાં ચિત્ત લગાવ’
તે ધીમે ધીમે ત્યાંથી ઊઠી અને નખના ખંડમાં પ્રવેશી. ત્યાં તો નયનો કર્કશ બની ગયેલો સ્વર સંભળાયો.
‘તમારે મારા ખંડમાં આવવું નહિ. કાલથી તમારે મારા મહેલમાં રહેવાનું પણ નહિ. તમને જુદો મહેલ મળી જશે.'
આંખો બંધ કરીને, બે હાથ જોડીને, સિંહિકા ઊભી રહી ગઈ. તેણે નષ્ટને પ્રણામ કર્યા અને ત્યાંથી બહાર નીકળી ગઈ.
એ જમાનામાં પતિત્યકતા, પરસ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા અંત૨થી વાસનાલોલુપ સમાજસેવો અને દેશનેતાઓ ન હતા. એ યુગમાં પતિ વિરુદ્ધ પત્નીઓને ઉશ્કેરનારી નારી સંસ્થાઓ ન હતી. એ કાળમાં પતિના ત્રાસથી કંટાળેલી સ્ત્રીઓને આશ્રય આપનારા અને ગમે તે પુરૂષો સાથે આનંદ માણવાની અનુકૂળતા પૂરી પાડનારાં વિકાસગૃહો ન હતાં. એ સમયમાં કોઈ પણ સ્ત્રી પોતાના પતિવિરૂદ્ધ ફરિયાદ કરી શકે, ફજેત કરી શકે, તેને અદાલતમાં ઘસડી શકે. તેને સજા કરાવી શકે, તેવા ‘સંધ' ન હતા.
એ જમાનામાં તો સ્ત્રી પતિના સહવાસમાં જેમ પતિને દેવ માનતી હતી, તેમ પતિ વડે ત્યાગ કરાતાં પણ પતિ પ્રત્યે દ્વેષ... દુશ્મનાવટ ધારણ નહોતી કરતી, કારણ કે તે પ્રસંગને બ્રહ્મચર્યપાલન માટેનો સુંદર અવસર તે સમજતી હતી. અને એ રીતે પોતાના ધૈર્યનું તે ઘડતર કરતી હતી. તે છતાં તેનું ચિત્ત નહોતું સમજતું તો તે પરમાત્માના મંદિરમાં જઈ પરમાત્માને પ્રાર્થના કરતી અને તેનું ચિત્ત પ્રસન્ન બનતું, તે છતાં કોઈનું ચિત્ત સ્વસ્થ ન બનતું તો સંસારત્યાગી, જ્ઞાની-ધ્યાની-તપસ્વિની સાધ્વીઓનાં ચરણે જઈને સાંત્વન પ્રાપ્ત કરતી.
For Private And Personal Use Only