________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
કદરદાની!
નષની દ્રષ્ટિમાં તિરસ્કાર, ઘૃણા, બેપરવાઈ વધતાં જોઈ સિંહિકાના ચિત્તમાં ચિંતા જન્મી: ભલે તેઓને વધુ સમય ન મળતો હોય, પરંતુ ક્ષણ, બે ક્ષણ પણ જ્યારે હું તેમની પાસે જાઉં છું ત્યારે મારી સામે સ્નેહદૃષ્ટિ કરતા નથી. તેઓ મારી સામે જોતા પણ નથી... જ્યારથી તેઓ ઉત્તરાપથથી પાછા આવ્યા છે ત્યારથી તેમની દૃષ્ટિ, તેમનું મારા પ્રત્યેનું આચરણ ઘૃણાભર્યું બનતું જાય છે... તેમના મુખમાંથી દક્ષિણાપથના રાજાઓના હુમલાને મારી હટાવ્યો, તેની ખુશાલીના બે શબ્દો પણ સાંભળવા મળ્યા નથી...'
તેણે નષ પાસે જઈને પોતાના ચિત્તનું સમાધાન કરવા નિર્ણય કર્યો. રાત્રિનો સમય પસંદ કર્યો અને તે નષના શયનખંડમાં પ્રવેશી. નઘુષ ઝરૂખામાં બેઠો બેઠો આકાશના ગ્રહ-નક્ષત્રો તરફ જોઈ રહ્યો હતો. તેના મુખ પર ચિંતા અને ગ્લાનિની રેખાઓ અંકિત થયેલી હતી.
સિંહિકા નથુષની સામે જઈને ઊભી રહી. નઘુષે એક દૃષ્ટિ સિંહિકા પર ફેંકી અને પુનઃ આકાશ તરફ જોઈ રહ્યો. થોડી ક્ષણો વીતી સિંહિકા ઊભી રહી ન શકી. તેનું દિલ રડી ઊઠ્યું. તે બેસી ગઈ. નઘુષનાં ચરણોમાં તેણે પોતાનું મસ્તક મૂકી દીધું. તેની આંખો આંસુને ન રોકી શકી, કેમ શું છે?' નષે સિંહિકાના દેહને જરાય સ્પર્શ કર્યા વિના પૂછ્યું. જવાબમાં લાંબું ડૂસકું સંભળાયું.
‘તમારે શું કહેવું છે?’ એવા જ સ્નેહહીન અવાજે નઘુષે પુનઃ પૂછ્યું. સિંહિકાએ આંસુ નીતરતી આંખે નઘુષની સામે જોયું... ધૈર્યને ધારણ કરવા પ્રયત્ન કર્યો.
‘જ્યારથી આપ ઉત્તરાપથથી આવ્યા છો ત્યારથી આપના મુખ પર મારા પ્રત્યે ઉદાસીનતા જોઉં છું... મારી કોઈ ભૂલ!'
‘હજુ શું તમને તમારી ભૂલ નથી સમજાતી? આશ્ચર્ય.'
‘આપ મારા નાથ છો. આપ બતાવો, હું સુધારવા પ્રયત્ન કરીશ.'
મને જો નાથ માન્યો હોત તો, તો ભૂલ જ ન થાત...’
‘હું સમજી નહિ... નાથ...'
‘શું સતી સ્ત્રી, પોતાના પતિને છોડી કોઈ પરપુરુષની સામે પણ જુએ ખરી?’ મારા નાથ, ખરેખર... આપ સિવાય કોઈ પણ પુરૂષને...’
‘તો એમ જ યુદ્ધ ખેલાયું હશે, કેમ ?' નષનો અવાજ રોષયુક્ત બન્યો.
For Private And Personal Use Only