________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
‘મારી યુદ્ધમાં જવાની જરાય ઇચ્છા ન હતી.'
‘તો કોણે બળાત્કાર કર્યો હતો?’
‘એ સિવાય અયોધ્યાનું રક્ષણ થઈ શકે એમ ન હતું.'
‘એના કરતાં એમ કહો, હજારો જુવાન સાથે એ સિવાય આનંદ માણવાનું મળે એમ ન હતું. નઘુષ બોલતો બોલતો ઊભો થઈ ગયો.
૩૨૫
સિંહિકા નઘુષના શબ્દો સાંભળી ધ્રુજી ઊઠી. તેનો પવિત્રતાથી પરિપૂર્ણ આત્મા કકળી ઊઠ્યો. તેને કલ્પના પણ ન હતી કે નઘુષના હૈયામાં પોતાના માટે આવી હીન કલ્પના હશે.
‘નાથ...' સિંહિકાએ નષ્ટનાં ચરણો પકડ્યાં. ‘હું બિલકુલ નિર્દોષ છું, કેવળ રાજ્યના રક્ષણ માટે જ, પ્રજાના હિત માટે જ હું યુદ્ધમાં ગઈ હતી... હું સંપૂર્ણ...'
‘મારે એ કાંઈ સાંભળવું નથી. હું નથી માનતો કે ઉત્તમકુલમાં જન્મેલી સ્ત્રી યુદ્ધ જેવા ક્ષેત્રમાં કે જ્યાં શીલ સુરક્ષિત રહેવું અસંભવિત છે, ત્યાં જાય અને દક્ષિણાપથના રાજાઓ, કે જેમને હરાવવા મારા જેવા માટે પણ મુશ્કેલ છે, તે એમ જ પાછા હટી જાય...'
નષ ઝરૂખામાંથી ખંડમાં ચાલ્યો ગયો. સિંહિકા બહાવરી આંખે જતા નષને જોતી રહી. તેની આંખોમાંથી આંસુની ધારા વહી. તે ત્યાં બેસી રહી. તેના ચિત્તમાં રોષ આવી ગયું.
‘શું મેં અયોધ્યાનું રક્ષણ કર્યું તે ભૂલ કરી? શું લાખો પ્રજાજનોનું અને વિશાળ રાજ્યનું જતન કર્યું તે ગુનો કર્યો? હું મહેલમાં બેઠી રહી હોત, દક્ષિણાપથના રાજાઓ અયોધ્યા પર વિજય પ્રાપ્ત કરત, અયોધ્યામાં ધસી આવત. તો શું લાખો ના૨ીઓનાં શીલ તેઓ અખંડિત ૨હેવા દેત? શું હું સ્ત્રી છું, સ્ત્રીનું કલેવર મળ્યું છે માટે યુદ્ધ કરવા નાલાયક છું? યુદ્ધ કરવું, એ વખત માટે અનિવાર્ય કર્તવ્ય ન હતું? અને... હું યુદ્ધમાં ગઈ તેટલા માત્રથી હું
ચારિત્ર્યહીન?'
For Private And Personal Use Only
નઘુષના અન્યાયી વર્તાવ પર તેના દિલમાં રોષ ઊભરાયો, જિંદગીમાં એક વાર પણ નષ સિવાય કોઈ પરપુરૂષ-રાગનો અંકુર પણ જેનાં હૈયામાં ફૂટ્યો નથી તે મહાસતી પર માત્ર કલ્પનાના તરંગી ઘોડાઓ પર બેસી જ્યારે પતિ દોષારોપણ કરવા લાગે ત્યારે છદ્મસ્થ આત્મામાં રોષ ન ઊભરાય? ન ઊભરાય તે તો મહાયોગી કહેવાય, સંસારી નહિ.