________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૨૩ નઘુષે સિંહિકામાં ભારે દોષની કલ્પના કરી. સિંહિકા પ્રત્યેનું તેના સ્નેહનું ઝરણું સુકાઈ ગયું. તેણે વિચાર્યું. “સિંહિકા ગમે તેવી તો પણ સ્ત્રી જાત છે. તેની પાસે રૂપ છે, કળા છે. તેણે સેનાપતિનો પરિચય કર્યો, હજારો નવયુવાનોની વચ્ચે તે હરી ફરી, વાતો કરી, વળી તેણે યુદ્ધમાં વિજય મેળવ્યો. તેના પ્રત્યે કોણ ન આકર્ષાય?તેમાં વળી મારી ગેરહાજરી અને મહામંત્રી પણ અહીં નહિ! આવા યુદ્ધના પ્રસંગે કેવા કેવા માણસોના પરિચયમાં આવવું પડે. સતી
સ્ત્રી હોય તે કદી પણ આ રીતે પુરુષોના પરિચયમાં ન આવે. ગમે તેવા પ્રસંગમાં પણ તે પોતાના શીલનું જ જતન કરવાના પ્રણવાળી હોય, ઉત્તમ કુલમાં જન્મેલી સ્ત્રી કદી પણ આવું કામ ન કરે.”
તેનું ચિત્ત વ્યાકુળ બની ગયું. તે પોતાના મંત્રણાગૃહમાં શૂન્યમનસ્ક બનીને પડ્યો રહ્યો. ત્યાં સિંહાકાએ ખંડમાં પ્રવેશ કર્યો.
આપને અહીં આવ્યા પછી આરામ જ મળ્યો નથી. આપના મુખ પર થાક અને ખેદ વર્તાઈ રહ્યો છે.” ભદ્રાસન પર બેસતાં સિંહિકાએ નઘુષને કહ્યું. ‘લોકોની અવરજવર ચાલુ છે...” નઘુષે ટૂંકો પ્રત્યુત્તર વાળ્યો.
ઉત્તરાપથના ઉન્મત્ત બનેલા ઘમંડી રાજાઓ પર પોતાના મહારાજા વિજય મેળવીને આવે, તેનો હર્ષ કોને ન થાય!' લોકોની અવરજવરનું કારણ બતાવતાં સિંહિકા બોલી.. પણ નઘુષે સાંભળ્યું ન સાંભળ્યું કરીને આંખો બંધ કરી તે આરામાસન પર લાંબો થયો.
આપ આરામ કરો. હું દ્વારપાલને કહું છું કે બે-ત્રણ કલાક કોઈને અંદર આવવા નહિ દે.” સિંહિકાએ બહાર જઈને દ્વારપાલને સૂચન કર્યું. અને તે પોતે આવીને નઘુષની ચરણસેવામાં બેસી ગઈ.
એક હૈયામાં ઢષની આગ છે, બીજા હૃદયમાં પ્રેમનું ઝરણું વહી રહ્યું છે! એકની પાસે દ્રષદષ્ટિ છે, એકની પાસે ગુણદષ્ટિ છે.
બીજા દિવસનું પ્રભાત પ્રગટ્ય. નઘુષ રાજ્યનાં કાર્યોમાં પરોવાઈ ગયો. પરંતુ તેના ચિત્તમાં અશાન્તિએ વેગ પકડ્યો. તેણે સિંહિકામાં ચારિત્ર્યહીનતાનો પાકો ખ્યાલ બાંધી લીધો. હવે તે તેનું મુખ પણ જોવા રાજી ન હતો. સિંહિકા તેની પાસે આવતી તો પણ કોઈ ને કોઈ બહાનું કાઢી તે ત્યાંથી ચાલ્યો જતો. બે-ચાર દિવસ સુધી તો સિંહિકાને કોઈ સંદેહ ન પડ્યો.
ઘણા દિવસોથી યુદ્ધ-યાત્રામાં ગયા હતા, રાજ્યનાં ઘણાં કામો ભેગાં થઈ ગયાં હોય એટલે મારી સાથે વધુ સમય ક્યાંથી કાઢે?” પરંતુ દિનપ્રતિદિન
For Private And Personal Use Only