________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* ૩૫. કદરદાની!
‘ખરેખર, મહારાણીએ અદ્ભુત શૌર્યથી દક્ષિણાપથના રાજાઓને ભગાડી મૂક્યા!'
'...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાણીની એક હાકલ પર પચ્ચીસ હજાર નવયુવાનો પ્રાણનાં બલિદાન દેવા તૈયાર થઈ ગયા!'
'...'
‘યુદ્ધની વ્યૂહરચના પણ ગજબ કરી હતી!'
‘હું...'
ઉત્તરાપથના રાજાઓને વશ કરીને નષ અયોધ્યામાં આવી પહોંચ્યો. પ્રજાજનોએ ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, કારણ કે રાજાએ ઉત્તરાપથ પર વિજય મેળવ્યો હતો અને રાણીએ દક્ષિણાપથના કપટી રાજાઓને પરાજિત કરીને અયોધ્યાનું રક્ષણ કર્યું હતું.
નઘુષ બાર યોજન દૂર હતો ત્યારે સેનાપતિ સુમુખ સામે ગયો હતો. ત્યાં નષ્ટને મળતાં જ ઉપરોકત વાતચીત કરી, પરંતુ એ સાંભળી નઘુષ માત્ર હુંકારો જ ભણતો ગયો અને મુખ પર કૃત્રિમ આનંદ બતાવતો ગયો. તેના ચિત્તમાં અનેક વિકલ્પો ઊઠવા લાગ્યા. તે અયોધ્યામાં આવ્યો. અયોધ્યાની પ્રજાએ તેનું ખૂબ હર્ષથી સ્વાગત કર્યું, છતાં એના ચિત્તમાં આનંદ ન ઊભરાયો. તે મહેલમાં આવ્યો. નગરના આગેવાન મહાજનો મહારાજા પાસે ભેટણાં લઈને આવ્યા... કુશળતા પૂછી અને મહારાણી સિંહિકાના પરાક્રમની ભારે પ્રશંસા કરી, પરંતુ નઘુષે માત્ર લૂખું હાસ્ય વેર્યું. નગરની શેરીએ શેરીએ સિંહિકાનાં પરાક્રમ ગવાવા લાગ્યાં. રાજમહેલમાં પણ સહુના મુખે મહારાણીની હિંમત અને કાર્યદક્ષતાનાં બહુમાન થવા લાગ્યાં. સહુને આનંદ... માત્ર નઘુષને નહિ!
કારણ? સહુ પ્રજાજનો સિંહિકાના માત્ર ગુણ જોતા હતા, ગુણ જોઈને આનંદિત થતા હતા, જ્યારે નષ સિંહિકામાં ગુણ અને દોષ બંને જોઈ રહ્યો હતો. ગુણ કરતાં દોષ વિશેષ જોયા પછી આનંદ ક્યાંથી આવે?
બીજા આત્માના સત્કાર્યને જોઈને આપણા હૃદયમાં ત્યારે જ આનંદ થવાનો કે આપણે એનામાં દોષ નહિ જોઈએ. જો દોષ જોયો તો એના પ્રત્યે દ્વેષ જ થવાનો. દોષ જોવાથી દ્વેષ થાય છે, ગુણ જોવાથી સ્નેહ થાય છે.
For Private And Personal Use Only