________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહણ જેવી સિંહિકા “મહારાજ, અયોધ્યાની મહારાણીએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રીસ હજારના સૈન્ય સાથે તે મુકાબલો કરવા થનગની રહી છે. એટલું જ નહીં, અયોધ્યાની વીરાંગનાઓનું પણ એક વિરાટ સૈન્ય તૈયાર થઈ રહ્યું છે. અયોધ્યાના કિલ્લા પર વિકરાળ કાળ જેવા ચાર હજાર સૈનિકો આપણી રાહ જોતા અડીખમ ઊભા છે.”
રાજદેવ, સહ્યાદ્રિ વગેરે રાજાઓ તો સાંભળીને ઠરી જ ગયા. એમને આટલા પ્રતિકારની કલ્પના પણ ન હતી, પરંતુ હવે શું થાય? જો પાછા વળી જાય તો પણ બેઇજ્જતી થાય. યુદ્ધ કર્યા વિના બીજો કોઈ માર્ગ દેખાતો ન હતો.
સૈન્યને આગળ ધપવાનો આદેશ આપવામાં આવ્યો. બે-ત્રણ કલાકમાં તો અયોધ્યાના સીમાડામાં અશ્વોના હેષારવનો અને શસ્ત્રોના ખડખડાટનો ભારે કોલાહલ મચી ગયો.
રાજન, આપણો પ્રતિકાર કરવા, આપણને આગળ વધતા અટકાવવા માટે કોઈ પણ સૈનિક દેખાતો નથી. રાજદેવે સહ્યાદ્રિને કહ્યું.
મને તો લાગે છે કે રાણી પાછી મહેલમાં જઈને બેસી ગઈ હશે. બાયડી તે વળી શું યુદ્ધ કરવાની હતી?
પરંતુ ચરપુરુષો જે સમાચાર લાવ્યા છે તે ખોટા નથી.” “આ તો યુદ્ધનો મામલો. છેલ્લી ઘડીએ પાણી ઊતરી જાય તેવું કાં ન બને?' તો પછી આપણે અયોધ્યાને ઘેરી લઈએ.' બરાબર.”
દક્ષિણાપથનું સૈન્ય આગળ ધપ્યું. અયોધ્યાના પૂર્વદ્યારે આવીને ચારે કોર ફેલાવા માંડ્યું. પચાસ હજારનું સૈન્ય જોતજોતામાં અયોધ્યાને ઘેરી વળ્યું. ત્યાં તો પાછલી હરોળમાં બૂમ પડી. સેનાપતિ સુમુખે મરણિયા બનીને પાંચ હજાર સૈનિકો સાથે પાછળથી સખત ધસારો કર્યો અને ઘાસની જેમ દક્ષિણાપથના સૈન્યને કાપવા માંડ્યું. બીજી બાજુ ઉત્તર તરફ વળેલા દક્ષિણાપથના સૈન્યની અયોધ્યાના એકહજાર વીર સૈનિકોએ ખબર લેવા માંડી.
રાજદેવ પાછલી હરોળમાં દોડી ગયો. સહ્યાદ્રિ ઉત્તર તરફ વળી ગયો, ત્યાં તો પૂર્વનું દ્વાર ખૂલ્યું... અને “જય ઋષભદેવ!' ની ગગનવ્યાપી ગર્જના સાથે સિલિકાએ વીસ હજાર લોહીતરસ્યા જુવાનો સાથે સખત હુમલો કરીને દક્ષિણાપથના સૈન્યમાં દેકારો બોલાવી દીધો.
નિર્ભયતાના ભરોસામાં રહેલું દક્ષિણાપથનું સૈન્ય અચાનક ત્રિપાંખિયા હુમલાથી બેબાકળું બની ગયું. સિંહિકા ખરેખર સિંહણની જેમ ત્રાટકી. એક હાથમાં
For Private And Personal Use Only