________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
સિંહણ જેવી સિંહિકા સરસ.
નયના, જો તો અશ્વશાળામાંથી મારી અશ્વ આવી ગયો કે નહીં છે? અને સાથે સાથે મારા માટેનાં શસ્ત્રો તૈયાર થઈને આવી ગયાં કે નહીં?'
‘તમે જાઓ, યુવાનોને કહો, હું હમણાં જ આવી રહી છું' દ્વારપાલને રવાના કરી સિંહિકા નયનાની પ્રતીક્ષા કરતી રહી.
પ કલાકમાં જ નયના પાછી ફરી.
મહાદેવી, અશ્વ તૈયાર છે, શસ્ત્રો પણ તૈયાર છે અને કવચ પણ તૈયાર છે.... પણ...'
પણ શું?' હું પણ આપની સાથે આવીશ.” તને યુદ્ધ કરતાં આવડે છે?' હા જી.” ‘તું ક્યાં શીખી?'
અહીં, અયોધ્યામાં જ!' “ડર તો નહીં લાગે ને?" આપની સાથે મને ડર શાનો?”
તો તૈયાર થઈ જા!' નયના ખુશ થઈ ગઈ. સિંહિકા તેની ખુશી જોઈ મલકાઈ ઊઠી.
સિંહિકાએ યુદ્ધનો વેશ ધારણ કરી દીધો. વાસ્થળ પર અભેદ્ય કવચને ધારણ કરી લીધું, કમરે કટારી લટકાવી દીધી. ડાબે ખભે “ધનંજય-ધનુષ્ય' ભરાવી દીધું અને પીઠ પાછળ તીરોનો ભાથો બાંધી લીધો. હાથમાં તીર્ણ ભાલો લઈ લીધો.
કુલવૃદ્ધાએ મહારાણીના લલાટમાં કુમકુમનું તિલક કર્યું. કુલની નારીઓએ વિજયગીત ઉપાડ્યું અને કુલવૃદ્ધાએ આશીર્વચન ઉચ્ચાર્યું.
દેવી, દુશ્મનો પર વિજય મેળવજે! તારો યશ દેવલોકમાં ગવાશે!' રાજ્યપુરોહિતે શુભ ક્ષણે પ્રયાણનો આદેશ કર્યો. છલાંગ મારીને સિંહિકા અશ્વારૂઢ થઈ ગઈ. તેની પાછળ બીજા અશ્વ પર નયના પણ શસ્ત્રસજ્જ બનીને બેસીને ચાલી.
For Private And Personal Use Only