________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૧૭
શસ્ત્રો નહિ હોય તેને રાજ્યમાંથી શસ્ત્ર મળશે, તમે નિર્ભય બનીને આવો.
તમારા સહુની આગળ મારો અશ્વ રહેશે!'
મહારાણીનો જય હો!'
‘મહારાજા નષનો જય હો!'
પ્રજાજનોએ હર્ષના ગગનભેદી અવાજો કર્યા. સિંહિકારાણીએ પુનઃ બે હાથ જોડીને પ્રજાના પ્રેમને સત્કાર્યો. નગરના આગેવાન નાગરિકોએ મહારાણીને સંપૂર્ણ સાથ આપવાનું વચન આપ્યું.
સિંહિકા ઝરૂખામાંથી મહેલમાં આવી. ત્યાં કોટવાલ મહારાણીની રાહ જોતો ઊભો હતો. સિંહિકાને તેણે પ્રણામ કર્યાં.
‘કોટવાલજી, શા સમાચાર છે?'
‘મહાદેવી, શત્રુનાં સૈન્યો અોધ્યાથી હવે માત્ર બાર માઈલ દૂર છે.' ‘નગરની બહાર ગયેલા પ્રજાજનો અંદર આવી ગયા છે?
‘જી હા, અને નગરના દરવાજા બંધ કરી દીધા છે.
ચારેય દરવાજાના કિલ્લા પર હજાર હજાર સૈનિકો શસ્ત્રસજ્જ બનીને ઊભા છે. પરંતુ...’
‘વિશાળ સૈન્યનો મુકાબલો કેવી રીતે ક૨શે એમ કહેવું છે ને?' સિંહિકાએ સહેજ સ્મિત કરીને પૂછ્યું.
‘હાં જી.’
‘ચિંતા ન કરો, પૂરેપૂરો મુકાબલો થશે, તમારે એક કામ કરવાનું છે.’ ‘શસ્ત્રાગારમાં તમારે રહેવાનું અને જે કોઈ યુવાન શસ્ત્રો લેવા આવે તેને શસ્ત્ર પૂરાં પાડવાનાં.'
કોટવાલ પ્રણામ કરીને રવાના થયો. ત્યાં દાસી નયના આવી પહોંચી, ‘મહાદેવી, આજે સવારથી આપે કાંઈ પણ ભોજન લીધું નથી, બાર તો વાગી ગયા છે, માટે આપ ભોજન કરી લો.'
નયનાએ ભોજન તૈયાર જ રાખ્યું હતું. સિંહિકાએ ભોજન કરી લીધું. નયનાએ આરામ કરી લેવા માટે કહ્યું. પરંતુ આજે વળી આરામ કેવો? સિંહિકા ભોજનથી જ્યાં ૫૨વારી ત્યાં તો દ્વારપાળે પ્રવેશ કર્યો.
‘મહાદેવી, હજારો યુવાનો શસ્ત્રોથી સજ્જ બનીને, પટાંગણમાં એકઠા થઈ ગયા છે. ખરેખર, યુવાનોનો ઉત્સાહ અદમ્ય છે! તેઓ આપની રાહ જોઈને ઊભા છે.'
For Private And Personal Use Only