________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૩૧૫ માર્ગ ન હતો. જો કે “મારી યુદ્ધ કરવાની મર્યાદા નથી.' એમ એકાંત સિદ્ધાંત પકડીને બેસી રહે તો રાજ્ય પર ભય તોળાઈ રહે એમ હતું. સિંહિકાએ ખૂબ ખૂબ વિચાર્યું. તેના અંતરાત્માને એ જ યોગ્ય લાગ્યું કે એણે યુદ્ધના મેદાનમાં ઊતરવું.
નગરમાં કોલાહલ વધી રહ્યો હતો. પ્રજામાં ભયની લાગણી પ્રસરવા લાગી હતી. સિંહિકાઓ દ્વારપાલને બોલાવ્યો.
જાઓ, સેનાપતિ સુમુખને બોલાવી લાવો.”
જે થોડું સૈન્ય અયોધ્યામાં રહેલું હતું, તેનો સેનાપતિ સુમુખ હતો. દ્વારપાલ તરત જ સુમુખની પાસે પહોંચ્યો; અને સિંહિકારાણીનો સંદેશો આપ્યો. સેનાપતિ તરત જ દ્વારપાલની સાથે રાણીની પાસે ઉપસ્થિત થયો.
તમને સમાચાર તો મળ્યા હશે કે દક્ષિણાપથના રાજાઓ અયોધ્યા પર આક્રમણ કરવા આવી રહ્યા છે?” સિંહિકાએ પૂછ્યું.
મહાદેવી, લોકોને મોઢે એવી વાત સાંભળી છે, પરંતુ તે સત્ય છે કે અસત્ય તેનો નિર્ણય નથી.”
તે વાત સાચી છે, આપણા ગુપ્તચરે આવીને સમાચાર આપ્યા છે, અને ચોવીસ કલાકમાં તો અયોધ્યાને પાદરે દક્ષિણાપથના લાખો સૈનિકો આવી પહોંચશે.” સુમુખ વિચારમાં પડી ગયો. કેમ ચિંતામાં પડી ગયા, સેનાપતિજી!'
મહાદેવી, આપણી પાસે માત્ર પાંચ હજારનું સૈન્ય હાજર છે. લાખોનો સામનો માત્ર પાંચ હજારથી કેવી રીતે કરવો? એના વિચારમાં પડી ગયો.”
સેનાપતિજી! આપણી પાસે લાખો સૈનિકો છે! અયોધ્યાના લાખો પ્રજાજનો આપણા સૈનિકો છે. તમે ચિંતા ન કરો.”
પણ ચોવીસ કલાકમાં તો....'
ચોવીસ ઘડી કેમ બાકી નથી? ડરવાની જરૂર નથી. હું પોતે યુદ્ધને મોરચે આવીશ. દક્ષિણાપથના રાજાઓની બૂરી ધારણાને ધૂળ ભેગી કરીને જ રહીશ.”
સમુખ તો સિંહિકાની સામે જ જોઈ રહ્યો. સિંહિકાના જુસ્સાએ સુમુખના હૃદયને હિમ્મત અને શૌર્યથી ભરી દીધું.
હવે તમે વિલંબ ન કરો. અયોધ્યાના ચારે મોટા દરવાજા બંધ કરાવી દો. દરેકે દરેક કાર પર એક-એક હજારનું સૈન્ય ગોઠવી ધે, બાકી રહેલું એક હજારનું સૈન્ય લઈને તમે તૈયાર રહો
For Private And Personal Use Only