________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૩૧૯ સેનાપતિ સુમુખે હજાર સૈનિકોની સાથે સિંહિકાની પાછળ પ્રયાણ કર્યું. સિંહિકા પટાંગણમાં આવી પહોંચી. પચ્ચીસ હજાર નવયુવાનો મહાન ઉત્સાહની સાથે થનગનતા ઊભા હતા. સિંહિકાના અધે જોરથી હષારવ કર્યોઃ “મહારાણીનો જય હો!" ના અવાજથી પટાંગણ ધમધમી ઊઠ્યું.
સિંહિકા પચ્ચીસ હજાર નવયુવાનોના અભિનવ સૈન્યને જોઈ હર્ષથી નાચી ઊઠી. તેને પોતાના વિજયની નિઃશંક શ્રદ્ધા થઈ ગઈ. ચિત્તમાં શ્રી ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરી પટાંગણમાંથી પ્રયાણ કર્યું. રાજમહાલયના બુરજ પર રણભેરી બજી ઊઠી. યુદ્ધની નોબત ગગડી ઊઠી. અયોધ્યાના રાજમાર્ગો પરથી સિંહિકા પસાર થવા લાગી. અયોધ્યાની લલનાઓએ પોતાની મહારાણી પર પુષ્ય-અક્ષતની વૃષ્ટિ કરી, વૃદ્ધાઓએ આશીર્વાદનો વરસાદ વરસાવ્યો.
સિંહિકા પૂર્વ દિશાના સિંહદ્વાર પર આવી પહોંચી. કિલ્લા પર ઊભેલા હજાર સૈનિકો પચ્ચીસ હજારના વિરાટ સૈન્યને જોઈ તાજુબ થઈ ગયા. તેમાંય સૌથી આગળ મહારાણીને સેનાનીના લિબાસમાં જોઈએ તો તેમણે હર્ષની કિકિયારી કરી મૂકી.
સિંહિકાએ સેનાપતિ સુમુખને નજીક બોલાવ્યો. ‘તમે પાંચ હજાર યુવાનો સાથે પશ્ચિમના દ્વારે જાઓ. શત્રુઓ પૂર્વ તરફથી આવશે. આપણે તેમને ખુલ્લા મેદાનમાં યુદ્ધ આપવાનું નથી. તમે પશ્ચિમના દ્વારથી બહાર નીકળીને શત્રુસૈન્યના પાછળના ભાગમાં એવી રીતે પહોંચી જાઓ કે શત્રને ગંધ પણ ન આવે. હું વીસ હજાર નવયુવાનોની સાથે અચાનક જ શત્રુસૈન્ય પર છાપો મારીશ. તમારે પાછળથી સખત હુમલો કરીને સૈન્યમાં રાડ પડાવી દેવાની. તમારા જે પહેલાંના એક હજાર સૈનિકો છે, તેમને ઉત્તર તરફ રવાના કરો. તેઓ એ બાજુથી હુમલો કરે.'
સેનાપતિ પાંચ હજાર તાલીમબદ્ધ શસ્ત્રસજ્જ નવયુવાનોના સૈન્ય સાથે રવાના થયા. બીજા એક હજાર સૈનિકો ઉત્તર તરફના દ્વારે પહોંચ્યા. વીસ હજાર યુવાનો સાથે સિંહિકા કિલ્લાના અંદરના ભાગમાં રોકાઈ.
દક્ષિણાપથના ચરપુરુષો તો ચકિત જ થઈ ગયા હતા. એમને કલ્પના પણ ન હતી કે અયોધ્યામાં આટલું મોટું સૈન્ય છુપાયેલું હશે? દક્ષિણાપથના રાજાઓ પણ એ જ ભ્રમણામાં હતા કે અયોધ્યા અત્યારે રાજારહિત... સૈન્યશૂન્ય છે. થોડાક સમયમાં જ અયોધ્યાના રાજ્ય પર આપણો ધ્વજ ફરકી જશે! એટલે તેઓ પોતાની સાથે થોડું સૈન્ય લઈને આવ્યા હતા. ચરપુરૂષોએ જઈને રાજદેવ વગેરે રાજાઓને સમાચાર આપ્યા.
For Private And Personal Use Only