________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
સિંહણ જેવી સિંહિકા સેનાપતિ રાણીને નમન કરીને રવાના થયો.
પુનઃ સિંહિકાઓ દ્વારપાલને બોલાવ્યો. દ્વારપાલ વંદના કરીને હાજર થયો. જાઓ, અશ્વપાલને બોલાવી લાવો.'
પા કલાકમાં જ અશ્વપાલને લઈને દ્વારપાલ ઉપસ્થિત થયો. “અશ્વશાળામાં કેટલા અશ્વો હાજર છે?” ‘દસ હજાર, મહાદેવી.” “નગરવાસીઓ પાસે કેટલા અશ્વો હશે?” ‘લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર અશ્વો નગરમાં હોવા જોઈએ.”
‘તમે તમારી પાસેના દસ હજાર અશ્વોને તૈયાર રાખો, અને એમાંથી મારા માટે એક યુદ્ધખેડુ અશ્વની પસંદગી કરીને લાવો.”
જેવી મહાદેવીની આજ્ઞા.”
અશ્વપાલને જતાં જ સિંહિકાઓ દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી : “આખા નગરમાં ઢંઢેરો પિટાવી દો કે દરેકેદરેક પ્રજાજન, સ્ત્રી અને પુરુષ રાજભવનના પટાંગણમાં ભેગાં થાય.”
તરત જ સૈનિકો અયોધ્યાની ગલી-ગલીમાં યુદ્ધની ભેરી બજાવતા અને ઘોષણા કરતા ફરી વળ્યા. લોકો પોતપોતાનાં કામો પડતાં મૂકીને રાજભવન તરફ દોડવા લાગ્યા. બે કલાકમાં તો પટાંગણમાં લાખો નાગરિકો ઊભરાઈ ગયા.
સિંહિકાએ વિરાટ માનવશક્તિને જોઈ, તેનો હર્ષ હિલોળે ચઢ્યો. તેણે રાજભવનના ઝરૂખામાં આવી પ્રજાજનોના હર્ષપોકારનો હાથ જોડીને જવાબ આપ્યો. સ શાત્ત થઈ ગયા. સિંહિકાએ બોલવાનું શરૂ કર્યું.
મારાં પ્રિય પ્રજાજનો! તમે જાણો છો કે મહારાજા ઉત્તરાપથના ઉચ્છંખલ રાજાઓનો નિગ્રહ કરવા માટે ઉત્તરાપથ તરફ પધાય છે. આ તકનો લાભ લઈ દક્ષિણાપથના રાજાઓની અયોધ્યાનું રાજ્ય લેવા દાઢ સળવળી છે. તેઓ પોતાનાં સૈન્યો લઈને આવી રહ્યા છે. મારાં પ્રિય પ્રજાજનો! આપણા દેશનું સંરક્ષણ કરવા માટેની ફરજ આપણા પર આવેલી છે. જ્યાં સુધી આપણામાંથી એક પણ મનુષ્યના શરીરમાં લોહીનું છેલ્લું ટીપું પણ હોય, ત્યાં સુધી એ દુષ્ટ અને કાયર રાજાઓ અયોધ્યામાં પગ ન મૂકી શકે. હુમલાખોર રાજાઓની સાન ઠેકાણે લાવવાની છે. તેમને ભાન કરાવવાનું છે કે અયોધ્યાની પ્રજા પર વિજય મેળવવા નવો જન્મ લેવો પડશે... કોઈ પણ યુવાન ઘરમાં ન રહેવો જોઈએ, જેની પાસે અશ્વ નહિ હોય તેને રાજ્યમાંથી અશ્વ મળશે. જેની પાસે
For Private And Personal Use Only