________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I 38. સિંહાણા જેવી સિંહિકાર
મહાદેવી! ગજબ થઈ ગયો છે.” શું થયું?' દક્ષિણાપથના રાજાઓ એકત્ર થઈ આવી રહ્યા છે.' “કોણ કોણ છે?' રાજદેવ, અલંકારદેવ... સહ્યાદ્રિ... વગેરે...'
ગુપ્તચરે આવીને સિંહિકા રાણીની સમક્ષ સમાચાર રજૂ કર્યા. સિંહિકા રાણી વિચારમાં પડી ગઈ. નઘુષ તો વિશાળ સૈન્ય લઈને ઉત્તરાપથ તરફ પહોંચી ગયો હતો. અનેક વીર સેનાપતિઓ યુદ્ધમાં ગયા હતા, મહામંત્રી પણ નઘુષની સાથે ગયા હતા. કોઈને કલ્પના પણ ન હતી કે દક્ષિણાપથના રાજાઓ અયોધ્યા પર હુમલો કરશે! રાજનીતિ કોનું નામ દુશ્મન મિત્ર બનીને આવે! મિત્ર દુશ્મન બની જાય!
દક્ષિણાપથના રાજાઓએ જાણ્યું કે “નઘુષ પોતાના સમગ્ર સૈન્યને લઈને ઉત્તરાપથ તરફ ગયેલ છે, અયોધ્યા સૂની છે, તેમણે તક ઝડપી લીધી! એવું ઓચિંતું આક્રમણ કર્યું કે ઉત્તરાપથ તરફ ગયેલું સૈન્ય આવે એ પૂર્વે તો અયોધ્યા પર આધિપત્ય જામી જાય!
ફૂડ-કપટ અને વેર-ઝેરથી ભરેલી રાજનીતિને મહર્ષિઓએ નરકનો માર્ગ કહ્યો છે તે યથાસ્થિતિ જ કહેલું છે. સત્તાનું સિંહાસન એવું ઉન્માદજનક છે કે એ સિંહાસન ઉપર બેસીને ન્યાય, નીતિ અને સદાચારનું પાલન કરવું જ દુ:શક્ય. કોઈ વિરલ વિભૂતિ જ એ પાલન કરી શકે.
અલબત્ત, મહામંત્રીને શંકા તો હતી જ, કારણ કે પીઢ રાજપુરૂષ રાજનીતિના દાવપેચ જાણતો હતો. પરંતુ ગરમ લોહીવાળા પરાક્રમી નઘુષને દક્ષિણાપથના રાજાઓ પર મિત્રતાનો વિશ્વાસ હતો. છતાં મહામંત્રીના આગ્રહને વશ થઈને નઘુષને અયોધ્યામાં પાંચ હજારનું સૈન્ય રાખવું પડ્યું હતું, પરંતુ સેનાપતિ વિનાનું સૈન્ય શત્રુનો શું સામનો કરી શકે?
સિંહિકા જેમ ગૃહકલામાં નિપુણ હતી તેમ યુદ્ધકલામાં પણ પ્રવીણ હતી. તેણે પોતાની કુમારાવસ્થામાં યુદ્ધ કલાનું સુંદર શિક્ષણ મેળવેલું હતું.
રાજરાણીને યુદ્ધના મેદાનમાં ઊતરવું પડે એવી પરિસ્થિતિ આ પૂર્વે અયોધ્યાવાસીઓએ જોઈ ન હતી. પરંતુ સિંહિકા માટે યુદ્ધ સિવાય બીજો કોઈ
For Private And Personal Use Only