________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૨
હિરણ્યગર્ભ
‘હા જી, વારંવાર તે રાજાઓ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ આપણું સૈન્ય તેમને કામિયાબ બનવા દેતું નથી.' સેનાપતિએ નષ્ટના મંતવ્યમાં ભળતાં કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘માટે જ, મને લાગે છે કે એક વાર તેમનો સખત નિગ્રહ કરી લેવો જોઈએ. વળી ઉત્તરાપથનો કોઈ એક રાજા દુશ્મન નથી, અનેક છે. માટે તેમનો નિગ્રહ કરવા માટે આપણે તૈયારી પણ એટલા જ વિશાળ પાયા પર મજબૂત કરી લેવી જોઈએ.'
‘એ તો મહારાજાના પુણ્યપ્રભાવથી થઈ જશે... પણ...' સેનાપતિએ મહામંત્રીની સામે જોયું.'
‘આપણે એમનું રાજ્ય લઈ લેવું નથી; આપણે તો એમને પરાજિત કરીને, ફરી તે અયોધ્યા સામે કુદૃષ્ટિથી ન જુએ તેમ કરવું છે.' નઘુષે મહામંત્રીનો અભિપ્રાય માગ્યો.
‘આપનો ઇરાદો ખરાબ નથી. પ્રજાની સહીસલામતી માટે આપ જે વિચારો છો તે સુયોગ્ય છે.’ મહામંત્રીએ સંમતિ આપી.
‘સેનાપતિજી, તમે હવે સૈન્યને તૈયાર કરો. તૈયારીમાં પણ એક મહિનો નીકળી જશે.’
‘જેમ બને તેમ જલદી તૈયારી કરીને આપ કૃપાળુને નિવેદન કરું છું.' સેનાપતિ નયનાં ચરણોમાં પ્રણામ કરી વિદાય થયા.
‘મહામંત્રીજી, બીજી તો કોઈ તૈયારી આપણે ક૨વાની રહેતી નથી ને?' નષે પૂછ્યું.
‘આપણે સમગ્ર સૈન્યને લઈને જઈશું તો પછી અયોધ્યાના રક્ષણ માટે પણ વિચારવું પડશે ને?’
‘અયોધ્યાને બીજો કોનો ભય છે? જે શત્રુ છે, તેની સામે તો આપણે જઈ જ રહ્યા છીએ.’
‘તે છતાં અયોધ્યાને સૂની મૂકીને કેમ જવાશે?'
‘એમ તો નગ૨૨ક્ષકદળ તો રહેવાનું જ છે.’
‘નહિ જી, લશ્કર પણ રહેવું જોઈએ.'
મહામંત્રીના આગ્રહ પર નઘુષ છંછેડાયો. પરંતુ અનુભવી પીઠ મહામંત્રીની વાતને સાવ ઉડાડી દેવાનું તેણે સાહસ ન કર્યું.
For Private And Personal Use Only