________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦.
| હિરણ્યગર્ભ | હિરણ્યગર્ભ વિભૂષાગૃહમાંથી નીકળીને પોતાના આરામ ખંડમાં આવ્યો. દ્વારપાલને બોલાવીને મહામંત્રીને બોલાવી લાવવા કહ્યું. સમાચાર મળતાં જ મહામંત્રી હિરણ્યગર્ભ પાસે આવી પહોંચ્યા. નમન કરીને યોગ્ય આસને બેઠા. “મહામંત્રીજી?'
જી, મહારાજા...” હવે નઘુષનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ.” શી ઉતાવળ છે દેવ!”,
ઉતાવળ? ઘણું મોડું થઈ ગયું છે. મારા જેટલું મોડું તો પિતાજીએ કે પિતામહે પણ નહોતું કર્યું.'
“યુવરાજ રાજ્યાભિષેક માટે સંપૂર્ણ યોગ્ય છે.” મહામંત્રીએ નઘુષમાં પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો.
અને નઘુષે કળાઓને સિદ્ધ કરેલી હતી. મૃગાવતીએ પુત્રના આંતરબાહ્ય વિકાસ પર પૂરતું લક્ષ આપ્યું હતું. બાહ્ય યુદ્ધકળા, શસ્ત્રકળા અને શાસ્ત્રકળાની સાથે સાથે આત્માના કલ્યાણની પણ માર્ગ સારી રીતે સમજાવ્યો હતો. શીલ અને સદાચારની પ્રેરણા આપી હતી. પ્રજામાં પણ નgષે સારી પ્રિયતા મેળવી હતી. નઘુષનું લગ્ન સિંહિકા નામની સુશીલ રાજકન્યા સાથે થયેલ હતું.
શુભમુહૂર્ત નઘુષનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. બીજી બાજુ વનપાલક શુભ વધામણી લઈને આવ્યો.
મહારાજાનો જય હો. ઉદ્યાનમાં “વિમલ' નામના મહામુનીન્દ્ર પધાર્યા છે. અનેક મુનિભગવંતોથી પરિવરેલા છે. યૌવનવય હોવા છતાં નિર્વિકારી દેખાય છે. મુખ પર તપશ્ચર્યાનું તેજ છે...”
રાજા હિરણ્યગર્ભે વનપાલકને પ્રીતિદાનથી ભરી દીધો અને તરત જ પરિવારને સાથે લઈ મુનિભગવંતનાં દર્શનાર્થે રવાના થયો. ઉદ્યાનમાં પહોંચતાં તેનો હર્ષ ખૂબ વધી ગયો. મહામુનિનાં દર્શન કરતાં તેનું હૃદય હર્ષથી નાચી ઊડ્યું. રાજાએ ભાવપૂર્વક વંદના કરી. રાણી મૃગાવતીએ પણ વંદના કરી અને વિનયપૂર્વક મુનિવરની સામે આખો પરિવાર ગોઠવાઈ ગયો.
વિમલ મુનિવરે ગંભીર ધ્વનિમાં ધર્મલાભનો આશીર્વાદ આપી, મંગલદેશના આરંભી. જેમ જેમ હિરણ્યગર્ભ દેશના સાંભળતો ગયો તેમ તેમ તેની સર્વત્યાગની ભાવના ઉલ્લસિત બનતી ચાલી. મૃગાવતીના હૃદયમાં પણ સંસારનાં સુખો
For Private And Personal Use Only