________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
હિરણ્યગર્ભ અનુભવથી સમજાય છે! ભાગનું સુખ. એ સુખ મેળવવા માટે મારે તમારી પરતંત્રતા અને તમારે મારી પરતંત્રતા. તમે નાખુશ તો મને ભોગનું સુખ મળે? બીર્જ લેવા જાઉં તો ત્યાં પણ બીજાની ખુશી પર જ એ સુખ મળવાનું ને? એવી રીતે પરતંત્ર બનીને પણ જે ભોગસુખ મેળવ્યું તે શું અક્ષય છે? ઇન્દ્રિયો શિથિલ થતાં એ સુખની ઇચ્છા થતાં મેળવી શકાતું નથી. તે મેળવવા જતાં રોગોનો ભય દેખાય છે! એવી રીતે તમે કોઈ પણ સુખ તરફ દૃષ્ટિ કરો.'
‘આપની વાત સત્ય છે, પરંતુ શું આ સુખોનો ત્યાગ વિના, મૃત્યુ પર વિજય પ્રાપ્ત ન કરી શકાય?
સ્વતંત્ર, નિત્ય અને અભય સુખની તીવ્ર તમન્ના જાગ્રત થયા પછી; પરતંત્ર, અનિત્ય અને ભય ભરેલાં સુખનો ત્યાગ કરવાની વાત સમજાવવી પડે એવી છે? સાંસારિક સુખોર્નો ત્યાગ કરવાની ઇચ્છા જો નથી જાગતી, તો સમજવું જોઈએ કે મૃત્યુના વિજયથી પ્રાપ્ત થનારાં સ્વતંત્ર, નિત્ય અને અભય સુખોનું હજુ પ્રબળ આકર્ષણ નથી થયું!'
કલાક પહેલાંનો રંગ-રાગમાં ડૂબેલો રાજા, કલાક પછી એક તત્ત્વજ્ઞાની વૈિરાગી બની ગયો! ક્યાંથી આવ્યું આ તત્ત્વજ્ઞાન? તત્ત્વજ્ઞાન કે વૈરાગ્યને બહારથી થોડા જ લાવવાનાં હોય છે? એ તો સૂતેલો આત્મા જ્યાં જાગ્યો કે તત્ત્વજ્ઞાન અને વૈરાગ્ય રેલાઈ ગયાં સમજો! હિરણ્યગર્ભનો આત્મા “સફેદ વાળ” રૂપી યમદૂતના આગમનથી જાગી ગયો છે.
શું મૃત્યુ પર વિજય મેળવ્યા પછી જ એવું અનુપમ સુખ મળે છે?' મૃગાવતીની જિજ્ઞાસા તૃષાતુર હરણના જેવી બની ગઈ છે. તૃષા છિપાવવા તે તસ્વામૃત પીતી જ જાય છે.
હા, જ્યાં સુધી મૃત્યુ છે, ત્યાં સુધી જ એવું સુખ મળે એમ નથી. જ્યાં સુધી શરીર સાથે આત્માનો સંયોગ છે, ત્યાં સુધી મૃત્યુ છે. મૃત્યુ પર વિજય મેળવ્યા પછી શરીરરહિત, કેવળ આત્માનું જીવન આરંભાય છે, ત્યાં મૃત્યુ આવી શકતું નથી! બસ, શરીરના સંયોગ વિનાનું કેવળ આત્માનું જ જીવન આરંભાયું કે સ્વાધીન - નિત્ય અને અભય સુખની અનંત મસ્તી પ્રાપ્ત થઈ ગઈ.”
એનો અંત ખરો?' “ના રે! એનો અંત જ નહિ! માટે તો તે નિત્ય કહેવાય છે! માટે તો તે અનંત કહેવાય છે!'
સુખ તો એ જ ખરેખર મેળવવા જેવું છે. પરંતુ શું સાધુનો વેશ ધારણ
For Private And Personal Use Only