________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
‘થોડું સૈન્ય રાખવા માટે સેનાપતિને તમો કહી દેશો.’
‘હું એ માટે આગ્રહ રાખું છું કે રાજકીય ક્ષેત્રે ક્યારેક અણધાર્યા પ્રસંગો બનતા હોય છે, ક્યારેક મિત્રરાજ્ય શત્રુરાજ્ય બની જાય છે.'
૩૧૩
મહામંત્રીએ પોતાના અભિપ્રાયને સ્પષ્ટ કર્યો. નઘુષને આ વિચાર યોગ્ય લાગ્યો. મહામંત્રીને વિદાય કરી નથુષ પોતાના આરામગૃહમાં આવ્યો, જ્યાં સિંહિકા રાણી તેની પ્રતીક્ષા કરી રહી હતી.
‘દેવી એકાદ મહિનામાં મારે ઉત્તરાપથ જવું પડે.’ આરામાસન પર બેસતાં નઘુષે સિંહિકાને પોતાની પરદેશગમનની વાત કહી.
સિંહિકા મૌન રહી.
‘પાછા આવતાં કેટલો સમય જાય તે કહેવાય નહિ! હું પણ આપની સાથે
8...'
‘ના ના, તમારે અહીં જ રહેવાનું. આ તો યુદ્ધનો મામલો, ક્યારે કાં રહેવાનું હોય? કયારે શું ખાવાનું હોય? તમે તો અહીં જ રહો, તે સારું છે.’
‘આપને મારી ચિંતા નહિ કરવી પડે! છાયા તો પુરુષની સાથે જ આવે ને?’ સિંહિકાએ સાથે જવા માટેની તત્પરતા બતાવી.
‘હા, ભલે તમે સાથે આવો, પરંતુ પછી આ અયોધ્યાને કોણ સંભાળશે? તમે અહીં રહો તો પ્રજાને ધણી શાંતિ અને હૂંફ રહેશે.'
For Private And Personal Use Only
નઘુષની આ વાત સાંભળી સિંહિકા વિચારમાં પડી ગઈ. તેની દૃષ્ટિ અયોધ્યાનાં લાખો પ્રજાજનો પર દોડી ગઈ. પ્રજા તેને ખૂબ ખૂબ ચાહતી હતી. પતિની વાત તેના હૈયામાં જચી ગઈ.
‘નાથ! આપની આજ્ઞા મને માન્ય છે. ખુશીથી પધારો અને વિજયી થઈને પાછા આવો.'
નખના હૃદયે આનંદ અનુભવ્યો.